________________
૧૧૬
ભાષ્યાર્થ :
बह्वारम्भता
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧૬, ૧૭, ૧૮
મતિ ।। બહુઆરંભતા અને બહુપરિગ્રહતા નરકઆયુષ્યનો આશ્રવ છે.
II૬/૧૬૫
ભાવાર્થ:
બાહ્યથી ઘણો આરંભ હોય કે બાહ્યથી ઘણો પરિગ્રહ હોય છતાં જે જીવોને તત્ત્વાતત્ત્વનો વિવેક છે અને ધીરે-ધીરે નિરારંભતા અને નિષ્પરિગ્રહત્વ પ્રત્યે જવાનો યત્ન છે તેઓના આરંભ અને પરિગ્રહમાં બાહ્યથી બહુલતા હોવા છતાં પણ ભાવથી અલ્પતા છે. આથી જ તે ન૨કઆયુષ્યનો આશ્રવ બનતો નથી. જેઓ પાસે ઘણું ધન નથી અને ઘણો આરંભ કરવાનું સામર્થ્ય નથી, છતાં બહુઆરંભ અને બહુપરિગ્રહમાં જ સારપણાની બુદ્ધિ પડી છે તેથી શક્તિ અનુસાર ઘણા આરંભની પ્રવૃત્તિઓ કરે છે અને બહુપરિગ્રહ પ્રાપ્ત કરવા સતત યત્ન કરે છે અને તેને અનુકૂળ જ પરિણામોનો પ્રવાહ ચિત્તમાં વર્તે છે, તે નરકઆયુષ્યનો આશ્રવ છે. II૬/૧૬ા
સૂત્રઃ
માયા તૈર્વયોનર્થ ।।૬/૨૯।।
સૂત્રાર્થ :
તિર્યંચયોનિનો આશ્રવ માયા છે. II૬/૧૭||
ભાષ્યઃ
माया तैर्यग्योनस्यायुष आस्रवो भवति ।।६/१७।।
ભાષ્યાર્થ :
माया મવૃત્તિ ।। તિર્યંચ યોનિના આયુનો આશ્રવ માયા=માયાકષાય, છે. ૬/૧૭||
ભાવાર્થ:
જે જીવોમાં અત્યંત વિપર્યાસબુદ્ધિ છે અને તેના કારણે વક્ર સ્વભાવ છે. તેથી પ્રવૃત્તિકાળમાં વારંવાર માયાનો પરિણામ થયા કરતો હોય છે. તેઓનો માયાનો પરિણામ તિર્યંચના આયુષ્યનો આશ્રવ છે. ૫૬/૧૭||
સૂત્ર ઃ
.....
अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ।।६/ १८ ।।