________________
૧૧૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૫, ૧૬ ભાષ્ય :
कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्यास्रवो भवति ।।६/१५ ।। ભાષ્યાર્ચ -
વષયોદયાત્ .... મતિ . કષાયના ઉદયથી તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનો આશ્રવ થાય છે. li૬/૧૫ ભાવાર્થ :
સામાન્યથી અનંતાનુબંધી ચાર કષાયમાંથી જે કષાયનો ઉદય હોય તે કષાયનો બંધ થાય છે. આથી સમકિત પામનાર જીવ અનિવૃત્તિકરણના ચરમસમય સુધી અનંતાનુબંધીના ઉદયવાળો હોવાથી અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ બાંધે છે. તે રીતે અપ્રત્યાખ્યાનીયકષાયો, પ્રત્યાખ્યાનીયકષાયો આદિનો પણ સ્વ ઉદય સાથે અવશ્ય બંધ છે, તોપણ જે કષાયનો ઉદય તત્ત્વ તરફ જતો હોય, તે કષાય ક્રમશઃ મંદ-મંદતર થાય છે. તેથી પૂર્વ-પૂર્વ કરતાં ઓછું-ઓછું ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. જે વખતે કષાયનો ઉદય બાહ્ય પદાર્થને અવલંબીને પ્રવર્તતો હોય છે ત્યારે તેનાથી જે કષાયનો પરિણામ તીવ્ર થાય છે તે પ્રધાનરૂપે ચારિત્રમોહનીયનો આશ્રવ છે. વિપર્યાસને અભિમુખ અનંતાનુબંધી કષાય જીવમાં વર્તતો હોય તે તીવ્ર છે. તેથી અનંતાનુબંધી કષાયના આશ્રવનું કારણ બને છે. પરંતુ જ્યારે તે અનંતાનુબંધી કષાય જ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઉચિત યત્નમાં પ્રવર્તે છે ત્યારે તે અનંતાનુબંધી કષાયનો પરિણામ તીવ્ર નહીં હોવાથી ચારિત્રમોહનીયનો આશ્રવ કહેવાતો નથી. આથી જ કષાયને પરવશ થયેલા સમ્યગ્દષ્ટિને, દેશવિરતિને કે સર્વવિરતિધર સાધુને જ્યારે જ્યારે જે જે કષાય તે તે નિમિત્તને પામીને વર્તે છે ત્યારે ત્યારે તે તે કષાયનો ઉદય વિશેષ પ્રકારના ચારિત્રમોહનીયકર્મના આશ્રવરૂપ બને છે અને જે વખતે તેઓ સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગમાં યત્ન કરતા હોય ત્યારે તેઓનો કષાયનો ઉદય ક્ષયોપશમભાવરૂપે પ્રવર્તતો હોવાથી મંદ-મંદતર થાય છે. તેથી વિશેષ પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ બંધાતું નથી. I૬/૧પણા સૂત્ર :
बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ।।६/१६।। સૂત્રાર્થ :
બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું નરકઆયુષ્યનો આશ્રવ છે. Is/૧૬
ભાગ -
बह्वारम्भता बहुपरिग्रहता च नारकस्यायुष आस्रवो भवति ॥६/१६।।