________________
૧૧૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૪ સૂત્રઃ
केवलिश्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ।।६/१४ ।। સૂત્રાર્થ :
કેવલીનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો અને દેવનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. II૬/૧૪ll ભાષ્ય :___ भगवतां परमर्षीणां केवलिनामर्हत्प्रोक्तस्य च साङ्गोपाङ्गस्य श्रुतस्य, चातुर्वर्णस्य सङ्घस्य, पञ्चमहाव्रतसाधनस्य धर्मस्य चतुर्विधानां च देवानामवर्णवादो दर्शनमोहस्यास्त्रवा इति ।।६/१४।। ભાષ્યાર્થઃ
ભજવતાં રિ II ભગવાન પરમઋષિ કેવલીઓનો, અરિહંત વડે કહેવાયેલ અંગ-ઉપાંગ સહિત શ્રુતનો, ચારવર્ણવાળા સંઘનો, પાંચ મહાવ્રતના સાધનરૂપ ધર્મનો અને ચાર પ્રકારના દેવોનો અવર્ણવાદ દર્શનમોહનો આશ્રવ છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. lig/૧૪માં ભાવાર્થ :(૧) કેવલીઅવર્ણવાદ -
કેવલીઓના વાસ્તવિક સ્વરૂપનો અપલાપ કરે, અવાસ્તવિક સ્વરૂપનું આરોપણ કરવામાં આવે તો તે કેવલીનો અવર્ણવાદ છે. આથી જ કેવલી કવલભોજી નથી એ પ્રકારે કહેવું તે પણ કેવલીનો અવર્ણવાદ છે. તે સિવાય અન્ય પણ કેવલીની વાસ્તવિક સ્થિતિથી અન્ય પ્રકારે કેવલીના સ્વરૂપનું કથન કરવું તે સર્વે કેવલીનો અવર્ણવાદ જ છે. (૨) શ્રુતઅવર્ણવાદઃ
સર્વજ્ઞનાં વચન અંગ-ઉપાંગ સહિત શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. અને આપાતથી શ્રુતનાં વચનોનો પરસ્પર વિરોધ જણાય, ત્યારે પોતાની મતિની મંદતાના કારણે પોતે તેનો નિર્ણય કરી શકે નહીં તેટલા માત્રથી આ સર્વ શ્રુતનાં વચનો પરસ્પર અસંબદ્ધ છે તે પ્રકારે શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. વળી શ્રુતમાં જે પદાર્થો જે રીતે નિબદ્ધ હોય તેને યથાર્થ જાણ્યા વગર સ્વમતિ અનુસાર યથા-તથા યોજન કરે તેનાથી પણ શ્રતના વિપરીત યોજનરૂપ અવર્ણવાદના કારણે દર્શનમોહના આશ્રવની પ્રાપ્તિ છે. (૩) સંઘઅવર્ણવાદ -
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારના સંઘનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. દા.ત.