________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૨, ૧૩
૧૧૧ પરનો વધ કરે અથવા સ્વયં પોતાના આત્માનો વધ કરે અથવા સ્વ-પરનો વધ કરે તે સર્વ અશાતાવેદનીય કર્મબંધનાં કારણો છે. વળી કોઈ પોતાના આત્માનું પરિદેવન કરે અર્થાત્ વારંવાર વિલાપ કર્યા કરે, અથવા બીજાને વિલાપ કરાવે અથવા સ્વ-પર ઉભયને વિલાપ કરાવે તે સર્વ અશાતાવેદનીયના આશ્રવો છે. II૧/૧
સૂત્ર :
भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादि योगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य
T૬/૧૩
સૂત્રાર્થ :
ભૂતની અનુકંપા, વ્રતીની અનુકંપા, દાન, સરાગસંયમ આદિ, યોગ, ક્ષાન્તિ, શૌચ એ શાતાવેદનીયનાં આશ્રયસ્થાનો છે. lls/૧૩
ભાગ -
सर्वभूतानुकम्पा अगारिष्वनगारिषु च व्रतिष्वनुकम्पाविशेषो दानं सरागसंयमः संयमासंयमः अकामनिर्जरा बालतपो योगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्यास्रवा भवन्ति ।।६/१३।। ભાષાર્થ :
સર્વભૂતાનુ .... ભત્તિ | સર્વ જીવોની અનુકંપા, અગારી-અલગારી એવા વ્રતીમાં અનુકંપાવિશેષ, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલતપ, યોગ, ક્ષમા, શૌચ એ શાતાવેદનીયતા આશ્રયસ્થાનો છે. lls/૧૩ ભાવાર્થ :
સર્વ જીવોમાં અનુકંપા એ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે. આથી જેઓ હૈયાને સ્પર્શે તે રીતે મૈત્રીભાવના કરતા હોય ત્યારે તેમને તેટલા અંશથી શાતાવેદનયનો બંધ થાય છે.
વળી, વ્રતધારી ગૃહસ્થ કે સાધુ પ્રત્યે અનુકંપાનો પરિણામ અર્થાત્ તેઓનાં દુઃખોને દૂર કરવાનો પરિણામ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે. આથી જ સુસાધુ પ્રત્યે પણ તેઓના કષ્ટને જોઈને તે કષ્ટના નિવારણનો પરિણામ થાય ત્યારે શાતાવંદનીય કર્મનો બંધ થાય છે. સર્વ જીવોમાં કે વ્રતવાળા ગૃહસ્થમાં કે વ્રતવાળા સાધુમાં આહારાદિનું દાન તે શાતા વેદનીયનું કારણ છે; કેમ કે અન્યને શાતા ઉત્પાદનને અનુકૂળ વ્યાપારરૂપ છે.
તે રીતે સરાગસંયમ શાતા વેદનીય બંધનું કારણ છે; કેમ કે સરાગસંયમકાળમાં જીવો પ્રત્યે દયાનો પરિણામ વર્તે છે, તેથી શાતાવેદનીય બંધાય છે. સૂત્રમાં રહેલા આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપનું ગ્રહણ છે. સંયમસંયમરૂપ દેશવિરતિની આચરણા પણ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે;