________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૦ દેવભવનું આયુષ્ય બાંધે છે. આમ છતાં કેટલાક બાલતપ કરનારા ભદ્રક પ્રકૃતિવાળા હોય તો દેવભવને પામીને સન્માર્ગની પણ પ્રાપ્તિ કરે છે. કેટલાક બાલતપ કરનારા અત્યંત વિપર્યાસબુદ્ધિવાળા હોય તો દેવભવને પામીને વિષયોમાં મૂઢ બનીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે.
(૧) નરકઆયુષ્યના આશ્રવો :
અહીં ચાર ગતિના આયુષ્ય વિષયક વિશેષ એ છે કે તે તે નરકમાં ઉપપાત માટે જરૂરી નરકઆયુષ્યબંધને અનુકૂળ અધ્યવસાયસ્થાન સર્વ જીવો માટે સમાન જ હોય છે. આ અધ્યવસાયસ્થાનને જે જીવ સ્પર્શે તે દરેક જીવોને તે અધ્યવસાયસ્થાનને અનુરૂપ નરકની પ્રાપ્તિ કરે છે. નરક પ્રાપ્તિ પ્રત્યે જે અધ્યવસાય આવશ્યક છે તે અધ્યવસાયની પ્રાપ્તિ પ્રત્યે બહુ આરંભ પણ કારણ છે, બહુ પરિગ્રહ પણ કારણ છે અને શીલ-વ્રત રહિતપણું પણ કારણ છે. તેથી જે જીવને બહુ આરંભથી કે બહુ પરિગ્રહથી કે શીલ અને વ્રતના રહિતપણાથી નરકગતિપ્રાયોગ્ય જે પ્રકારનો અધ્યવસાય થાય તે જીવ તે પ્રકારનું નરકઆયુષ્ય બાંધે છે.
વળી જેમ બાહ્ય પ્રવૃત્તિ તે અધ્યવસાય પ્રત્યે કારણ છે તેમ ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાય પણ તે અધ્યવસાય પ્રત્યે કારણ છે. આથી જેઓને પર્વતની રેખા જેવો કોઈક નિમિત્તથી ગુસ્સો થયો હોય તે વખતે તે ગુસ્સાના ક્લેશને અનુરૂપ જો આયુષ્ય બાંધે તો નરકનું જ આયુષ્ય બાંધે છે. તેથી બાહ્ય આચરણા ઉ૫૨થી આયુષ્યબંધનો નિર્ણય ક૨વા માટે તે તે આયુષ્યબંધનાં કારણો ગ્રંથકારશ્રીએ બતાવ્યાં છે. તે રીતે કોઈકને માનકષાયનો પત્થરના થાંભલા જેવો તીવ્ર ઉદય હોય ત્યારે તે કષાયના અધ્યવસાયથી વર્તતા સંકલ્પકાળમાં તે જીવ તે સંકલેશને અનુરૂપ નરકગતિનું આયુષ્ય બાંધે છે.
(૨) તિર્યંચઆયુષ્યના આશ્રવો :
વળી તિર્યંચગતિના આયુષ્યબંધ પ્રત્યે તેનો નિયત અધ્યવસાય જ કારણ છે. આ અધ્યવસાયની નિષ્પત્તિ પ્રત્યે માયા બાહ્યથી પ્રબળ કારણ છે. તે સિવાય નિઃશીલત્વ અને નિવ્રુતપણું પણ નરકના અધ્યવસાય જેવું ઉત્કટ ન હોય તો તે પણ તિર્યંચઆયુષ્ય પ્રત્યે કારણ છે. ક્રોધ-માન-માયા-લોભ આત્મક ચાર કષાય પણ જમીનમાં પડેલી રેખાતડ, આદિ જેવા હોય તો જે વખતે જે ક્રોધાદિનો જે પ્રકારનો ઉદય વર્તતો હોય, તે પ્રકારે તે ક્રોધાદિના નિમિતે તિર્યંચઆયુષ્યબંધની પ્રાપ્તિ છે.
(૩) મનુષ્યઆયુષ્યના આશ્રવો :
વળી મનુષ્યઆયુષ્યનું કારણ જેઓને અલ્પ આરંભ કરવાનો અને અલ્પ પરિગ્રહ રાખવાનો પરિણામ વર્તતો હોય; સ્વભાવથી માર્દવસ્વભાવ કે આર્જવસ્વભાવ હોય તો તેઓ મનુષ્યઆયુષ્યને બાંધે છે. વળી કોઈક નિમિતે તેઓને ક્રોધ, માન, માયા, લોભ કષાય થાય જે રેતીમાં પડેલ રેખા આદિ જેવા હોય તો તે કષાયથી મનુષ્યઆયુષ્યનો બંધ થાય છે.
(૪) દેવઆયુષ્યના આશ્રવો :
વળી, દેવઆયુષ્ય જેમ સરાગસંયમ આદિ ભાવોથી થાય છે તેમ પાણીની રેખા આદિ જેવા ક્રોધ આદિ