________________
૧૧૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૧, ૧૨ જ્ઞાનવાનનો ઉપઘાત છે અને જ્ઞાનનાં સાધનોનો નાશ કરવામાં આવે તો તે જ્ઞાનસાધનોનો ઉપઘાત છે. તેનાથી ગાઢ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે.
વળી, જ્યારે જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, ત્યારે દર્શનાવરણ પણ અવશ્ય બંધાય છે. તેથી જ્ઞાનનાં સાધનો વગેરેના ઉપઘાતથી જ દર્શનાવરણ પણ બંધાય છે. આથી જ જ્ઞાનના સાધનરૂપ કોઈની ઇન્દ્રિયોનો ઉપઘાત કરવામાં આવે તેનાથી વિશિષ્ટ દર્શનાવરણ કર્મ બંધાય છે; કેમ કે પાંચ ઇન્દ્રિય પણ જ્ઞાનના સાધનરૂપ જ છે. II/૧૧થા
સૂત્ર :
दुजर
दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य ।।६/१२।। સૂત્રાર્થ :
આત્મસ્થ, પરસ્થ અને ઉભયસ્થ એવા દુખ, શોક, તાપ, આક્રંદ, વધ અને પરિદેવનાદિ અશાતા વેદનીયના આશ્રવો છે. ll૧/૧૨ા. ભાષ્ય :___ दुःखं शोकः ताप आक्रन्दनं वधः परिदेवनमित्यात्मसंस्थानि परस्य क्रियमाणानि उभयोश्च क्रियमाणानि असद्वेद्यस्यास्रवा भवन्तीति ।।६/१२।। ભાગાર્ય :
દુઃઉં.... ભવન્તરિ | દુઃખ, શોક, તાપ, આકંદ, વધ, પરિદેવન=પરિતાપત, એ આત્મામાં રહેલા, પરના કરાતા અને ઉભયના કરાતા અશાતાવેદનીયતા આશ્રવો છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. iis/૧૨ા ભાવાર્થ :
જે જીવો દુઃખનું વેદન કરે છે, તે વખતે જે વ્યાકુળતા વર્તે છે તેનાથી વિશેષ પ્રકારનું અશાતાવેદનીય કર્મ બંધાય છે. આથી જ અવિધિથી લોચ કરાવનારને લોચકાળમાં પણ દુઃખનું વદન થતું હોવાથી અશાતાવેદનીયકર્મ બંધાય છે. વળી, બીજાને દુઃખ આપે છે ત્યારે પણ વિશેષ પ્રકારનું અશાતાવેદનીય બાંધે છે. વળી સ્વયં દુઃખી થતા હોય અને બીજાને દુઃખી કરતા હોય તે સર્વ અશાતાવેદનીય કર્મ બાંધે છે. વળી સ્વયં શોકાતુર હોય, અથવા બીજાને શોક ઉત્પન્ન કરતા હોય અથવા સ્વયં શોકાતુર હોય અને બીજાને શોકાતુર કરતા હોય તેઓ શોકના પરિણામને કારણે અશાતાવેદનીય બાંધે છે. વળી શોકને કારણે જેઓ હંમેશાં સંતપ્ત રહેતા હોય, અથવા બીજાને સંતપ્ત કરતા હોય, અથવા સ્વયં સંતપ્ત રહેતા હોય અને બીજાને સંતપ્ત કરતા હોય, તેઓ અશાતાવેદનીય બાંધે છે. વળી, જેઓ અતિશોકને કારણે આજંદ કરે છે અથવા બીજાને આક્રંદ કરાવે છે અથવા સ્વયં આક્રંદ કરે છે અને બીજાને પણ આક્રંદ કરાવે છે તે સર્વ અશાતાવેદનીય બાંધે છે. વળી