________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૧ સમાન હોવા છતાં પણ, પ્રકૃતિને આશ્રયીને=જીવતા સ્વભાવને આશ્રયીને, આશ્રવવિશેષ થાય છે. તે આ પ્રમાણે – ભાવાર્થ –
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કષાયવાળા જીવોને સાંપરાયિક આશ્રવ થાય છે અને તે સાંપરામિક આશ્રવ ૮ પ્રકારના કર્મબંધરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે યોગને અનુરૂપ બધા જીવોને આશ્રવ સમાન થાય છે કે સમાન યોગવાળા જીવોમાં પણ આશ્રવનો ભેદ છે ? તેના સમાધાનરૂપે ભાષ્યકારશ્રી કહે છે –
તે તે જીવોમાં મન-વચન-કાયાના વ્યાપારરૂપ યોગ સમાન હોય તોપણ તે તે જીવમાં વર્તતા ભિન્ન ભિન્ન સ્વભાવને આશ્રયીને આશ્રવનો વિશેષ ભેદ, પ્રાપ્ત થાય છે. જેમ બે જીવો સમાન યોગની પ્રવૃત્તિથી કર્મ બાંધતા હોય, તે છતાં એકને જ્ઞાનાદિના પ્રષનો પરિણામ વર્તતો હોય તો તે પ્રષના પરિણામરૂપ સ્વભાવને કારણે જ્ઞાનાવરણ-દર્શનાવરણ આદિ ઘાતપ્રકૃતિઓ વિશેષ બંધાય છે. સૂત્ર:
तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः I૬/૨ા. સૂત્રાર્થ :
તેનો જ્ઞાનનો, જ્ઞાનવાળા પુરુષનો અને જ્ઞાનનાં સાધનોનો, પ્રદોષ, નિદ્ભવ, માત્સર્ય, જ્ઞાનની પ્રવૃત્તિમાં અંતરાય, આસાદન=અવિધિથી શાસ્ત્ર અધ્યયનની ક્રિયા, ઉપઘાત જ્ઞાનાવરણદર્શનાવરણના આશ્રવો છે. II૬/૧૧il ભાષ્ય :
आश्रवो ज्ञानस्य ज्ञानवतां ज्ञानसाधनानां च प्रदोषो निह्नवो मात्सर्यम् अन्तराय आसादनं उपघात इति ज्ञानावरणास्त्रवा भवन्ति एतैर्हि ज्ञानावरणकर्म बध्यते, एवमेव दर्शनावरणस्येति T૬/૨ા
ભાષ્યાર્થ :
સાથવો ..... નવરાતિ | જ્ઞાનનો, જ્ઞાનવાળા પુરુષોનો, જ્ઞાનનાં સાધનોનો પ્રદોષ=પ્રઢષ, વિક્તવ, માત્સર્ય, અંતરાય, આસાદન, ઉપઘાત તે જ્ઞાનાવરણના આશ્રવો છે. જે કારણથી આ બધા વડે જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, એ રીતે જ જ્ઞાનાવરણની જેમ જ દર્શનાવરણના આ આશ્રવો છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૬/૧૧