________________
૧૦૭
તત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧
આ સંયોગની ક્રિયા છેદન-ભેદન આદિરૂપ દ્રવ્યઅધિકરણમાં અંતર્ભાવ પામશે; કેમ કે છેદન-ભેદન આદિની જેમ જ સંયોજન કરવાની ક્રિયા છે. અર્થાત્ જેમ છેદન-ભેદનની શરીરની ક્રિયા ભાવઅધિકરણનું કારણ છે તેમ સંયોજનની ક્રિયા પણ ભાવઅધિકરણનું કારણ છે. (૪) નિસર્ગઅધિકરણ -
વળી, નિસર્ગઅધિકરણ ત્રણ પ્રકારનું છે : (૧) કાયનિસર્ગઅધિકરણ, (૨) વાગુનિસર્ગઅધિકરણ અને (૩) મનોનિસર્ગઅધિકરણ. કાયાનો અવિધિથી ત્યાગ કરવામાં આવે ત્યારે તે કાયાના ત્યાગની ક્રિયા કાયનિસર્ગઅધિકરણ છે, તે ભાવઅધિકરણનું કારણ હોવાથી દ્રવ્યઅધિકરણ બને છે, કાયનિસર્ગઅધિકરણમાં કાયા અજીવરૂપ હોવાથી અજીવઅધિકરણ છે.
વળી, સાધુ જિનવચનથી અનિયંત્રિત વાણીનો પ્રયોગ કરે તે વાગુનિસર્ગઅધિકરણ છે. તે ભાવઅધિકરણનું કારણ હોવાથી દ્રવ્યઅધિકારણ બને છે, વાણીના ત્યાગની ક્રિયા અજીવ પુદ્ગલરૂપ હોવાથી અજીવઅધિકરણ
વળી, મનોવર્ગણાના પગલો જિનવચનથી અનિયંત્રિત પ્રવર્તાવે તે મનોનિસર્ગ અધિકરણ છે, જે ભાવઅધિકરણનું કારણ છે. મનોદ્રવ્ય પુદ્ગલાત્મક હોવાથી તેના નિસર્ગની ક્રિયા અજીવઅધિકરણ છે.
નિસર્ગઅધિકરણ પણ છેદન-ભેદન આદિ ક્રિયામાં જે અંતર્ભાવ પામે છે; કેમ કે છેદન-ભેદન આદિની ક્રિયાની જેમ જ નિસર્ગઅધિકરણની ક્રિયા છે. II/૧ના ભાષ્ય :
अत्राह - उक्तं भवता (अ० ६, सू० ५) सकषायाकषाययोर्योगः साम्परायिकेर्यापथयोरास्रव इति, साम्परायिकं चाष्टविधं वक्ष्यते (अ० ६, सू० २८) । तत् किं सर्वस्याविशिष्ट आस्रव आहोस्वित् प्रतिविशेषोऽस्तीति ?, अत्रोच्यते - सत्यपि योगत्वाविशेषे प्रकृतिं प्राप्यास्त्रवविशेषो ભવતિ | તથા – ભાષ્યાર્થઃ
૩ીદ તથા – અહીં=આશ્રવનું અત્યાર સુધી વર્ણન કર્યું તેમાં, પ્રશ્ન કરે છે – સકષાયવાળા અને અકષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક અને ઈર્યાપથિકનો આશ્રવ છે, એ પ્રમાણે તમારા વડે કહેવાયું. અને સાંપરાયિક કર્મ ૮ પ્રકારનું અધ્યાય-૬, સૂત્ર-૨૮માં કહેવાશે, તે=૮ પ્રકારનું સાંપરાયિક કર્મ, શું સર્વને અવિશિષ્ટ આશ્રવ છે? અથવા તેમાં પ્રતિવિશેષ છે? અહીંઆ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – યોગપણું અવિશેષ હોવા છતાં પણ મન-વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગપણું