________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૦ કે શરીરથી જ છેદન-ભેદનાદિની ક્રિયા થાય છે. તે છેદન-ભેદન ક્રિયા માટે જે શસ્ત્રાદિનો ઉપયોગ થાય માટે તે ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણમાં અંતર્ભાવ પામે છે. (૨) નિક્ષેપઅધિકરણ -
વળી, નિક્ષેપઅધિકરણ ચાર પ્રકારનું છે : (૧) અપ્રત્યવેક્ષિતનિક્ષેપઅધિકરણ, (૨) દુષ્પમાર્જિતનિક્ષેપઅધિકરણ, (૩) સહસાનિક્ષેપઅધિકરણ અને (૪) અનાભોગનિક્ષેપઅધિકરણ.
સાધુ કોઈ ઉપકરણ આદિ જોયા વગર નિક્ષેપ કરે ત્યારે અપ્રત્યવેક્ષિત નિક્ષેપઅધિકરણ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થને પણ સંસારની પ્રવૃત્તિ જોયા વગર કરવાને કારણે અપ્રત્યવેક્ષિત નિક્ષેપઅધિકરણની પ્રાપ્તિ થાય છે. તેનાથી જે અધ્યવસાય થાય છે તેને અનુરૂપ ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. માટે તે નિક્ષેપઅધિકરણ ભાવઅધિકરણનું કારણ છે, તેથી દ્રવ્યઅધિકરણ છે તથા નિક્ષેપની ક્રિયા શરીરથી થાય છે, માટે અજીવઅધિકરણ છે.
સાધુ દુષ્પમાર્જનાપૂર્વક કોઈ વસ્તુનો નિક્ષેપ કરે ત્યારે દુષ્પમાર્જિતનિક્ષેપઅધિકરણરૂપ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ થાય છે.
કોઈ સાધુ ઉપયોગપૂર્વક પ્રમાર્જીને વસ્તુ મૂકતા હોય તે છતાં કોઈક નિમિત્તને પામીને સહસા નિક્ષેપ થાય ત્યારે તે નિક્ષેપની ક્રિયા સહસાનિક્ષેપઅધિકરણરૂપ દ્રવ્યઅધિકારણ બને છે.
વળી, જીવરક્ષા વિષયક કોઈ ઉપયોગ વગર અનાભોગથી સાધુ કે ગૃહસ્થ કોઈ વસ્તુ મૂકતા હોય તો તે નિક્ષેપની ક્રિયા અનાભોગનિક્ષેપઅધિકરણ બને. આ નિક્ષેપની ક્રિયાને અનુરૂપ જીવને ભાવઅધિકરણની પ્રાપ્તિ છે અને તેને અનુરૂપ કર્મબંધની પ્રાપ્તિ છે | નિક્ષેપઅધિકરણ દ્રવ્યઅધિકરણના છેદન-ભેદન આદિ ક્રિયામાં અંતર્ભાવ પામે છે; કેમ કે છેદન-ભેદન આદિની જેમ જ નિક્ષેપની ક્રિયા છે. (૩) સંયોગઅધિકરણ -
સંયોગ અધિકરણ બે પ્રકારે છે – (૧) ભક્તપાનસંયોજનઅધિકરણ અને (૨) ઉપકરણસંયોજનઅધિકરણ.
સાધુ આહાર વાપરતી વખતે ભક્ત અને પાનનું પોતાને અનુકૂળતા પ્રમાણે સંયોજન કરીને વાપરે ત્યારે, તે સંયોજન કરવાની ક્રિયા ભાવઅધિકરણનું કારણ બને છે. તેથી ભક્ત-પાનસંયોજનઅધિકરણ દ્રવ્યઅધિકરણરૂપ છે અને પુદ્ગલની ક્રિયારૂપ હોવાથી અજીવઅધિકરણ છે. ભક્ત-પાન સંયોજન અધિકરણ જેમ સાધુને પ્રાપ્ત થાય તેમ ગૃહસ્થને પણ પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે જ કર્મબંધ થાય છે.
વળી, સાધુ ચોલપટ્ટો અને કામળી આદિના પરસ્પર સંયોજન કરીને વાપરે, જેથી શોભાની વૃદ્ધિ થાય તો ઉપકરણસંયોજનાઅધિકરણ છે. ગૃહસ્થ પણ જે પ્રકારનું વસ્ત્ર પરિધાન કરે તેમાં ઉપકરણનું સંયોજન કરે તે ઉપકરણસંયોજનઅધિકરણ છે.