________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૩ કેમ કે દેશવિરતિમાં સ્થૂલથી જીવરક્ષાને અનુકૂળ પરિણામરૂપ છે, જે અન્યની અશાતાના પરિહારરૂપ છે.
વળી સંસારી જીવો અકામનિર્જરા કરીને કાંઈક શુભભાવો કરે છે ત્યારે તે શુભભાવરૂપ પરિણામ દ્વારા અકામનિર્જરા શાતાવેદનીયનું કારણ થાય છે. સામાન્યથી અકામનિર્જરા શબ્દથી કામના વગર થયેલી નિર્જરા પ્રાપ્ત થાય; વળી કર્મની નિર્જરા સ્વયં શાતાવેદનીય બંધનું કારણ બને નહીં, પરંતુ શાતાવેદનીય બંધને અનુકૂળ અધ્યવસાય જ શાતાવેદનીય બંધનું કારણ બને છે. શતાબંધને અનુકૂળ અધ્યવસાય અકામનિર્જરાથી થાય છે માટે અનામનિર્જરાને શાતાવેદનીય બંધનું કારણ કહ્યું છે.
એકેન્દ્રિયાદિ જીવો સતત છેદન-ભેદનાદિ પામે છે અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવે છે. તેથી તેઓને અકામનિર્જરા થતી હોવા છતાં તે અકામનિર્જરા દેહની પીડાને કારણે આર્તધ્યાનમાં જ પરિણમન પામતી હોવાને કારણે એકેન્દ્રિયાદિ જીવો પ્રાયઃ અશાતાવેદનીય જ બાંધતા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પ્રકારની અકામનિર્જરા શાંતાબંધનું કારણ નથી, પરંતુ વિશિષ્ટ અકામનિર્જરા જે રીતે સમકિતનું કારણ છે તે રીતે શાતાવેદનીયને અનુકૂળ શુભ અધ્યવસાયનું પણ કારણ છે.
વળી જેઓ પંચાગ્નિ આદિ બાહ્યકષ્ટવાળા બાલતપ કરે છે, તે વખતે થતી પીડા પ્રત્યે ઉપેક્ષા હોય છે. તેથી તેઓનો બાલતા શાતાવેદનીય બંધનું કારણ બને છે, કેમ કે કષ્ટથી વ્યાકુળતા જેમ અશાતાવેદનીય કારણ છે, તેમ કષ્ટ પ્રત્યે ઉપેક્ષા શતાબંધનું કારણ બને છે. કષ્ટ વેઠતી વખતે સમભાવવાળા મુનિને સમભાવના રાગથી વિશેષ પ્રકારની શાતા બંધાય છે.
વળી યોગ લોક અભિમત નિરવદ્ય વ્યાપારરૂપ પ્રવૃત્તિ, શાતાવેદનીય બંધનું કારણ છે. આથી જેઓ બીજાનાં દુઃખ દૂર કરવાનો વ્યાપાર કરે છે તેનાથી શાતાવેદનીય કર્મ બાંધે છે.
વળી, ઉપકારી આદિના ભેદથી ક્ષમાનો પરિણામ શાતાવેદનીયના બંધનું કારણ છે. તેથી કોઈ વ્યક્તિ આ મારા ઉપકારી છે તેવી બુદ્ધિથી તેના તરફના કોઈ વર્તન પ્રત્યે દ્વેષ ન કરે ત્યારે ઉપકારી ક્ષમાને કારણે શાતાવેદનીયનો બંધ થાય છે. વળી કોઈ વ્યક્તિ વિચારે કે આના અનુચિત વ્યવહારને કારણે હું ગુસ્સો કરીશ, તો તે મારો અપકાર કરશે અર્થાતું મને અનેક જાતની પ્રતિકૂળતા ઊભી કરશે. તે પ્રકારના ભયથી પણ ગુસ્સો ન કરે અને તેના કઠોર વચનને સહન કરે ત્યારે અપકારી ક્ષમાના કારણે પણ શાતાવેદનીય બંધાય છે. વળી કોઈ પોતાના ઉપકારી ન હોય અને પોતે તેને સંભળાવે તો પણ તેના તરફથી કોઈ અપકાર થવાનો સંભવ ન હોય, છતાં ક્રોધનું ફળ મને પ્રાપ્ત થશે. આ પ્રકારે ક્રોધના વિપાકનો વિચાર કરીને ક્રોધ ન કરે ત્યારે પણ શાતાવેદનીય બંધાય છે. વળી જિનવચનાનુસાર ઉપયુક્ત સાધુને વચનક્ષમા વર્તે છે. તેનાથી વિશેષ પ્રકારનું શાતાવેદનીય બંધાય છે અને પોતાના આત્માનો સ્વભાવ ક્ષમા ધારણ કરવી તે છે એમ વિચારી આત્માના ગુણરૂપ ધર્મક્ષમાનું પાલન કરનારને વિશિષ્ટ પ્રકારનું શાતાવેદનીય બંધાય છે.
બાહ્ય પદાર્થનો લોભ આત્માને મલિન કરે છે, તેથી તે અશૌચ છે. જે જે અંશથી આત્માને મલિન કરનાર લોભના ત્યાગને અનુકૂળ ઉપયોગ વર્તે છે તે તે અંશથી આત્મામાં અશૌચનો પરિણામ પ્રવર્તે છે. તે શૌચના પરિણામથી શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. II૬/૧૩મા