________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૧
ભાવાર્થ:
જ્ઞાન એ વિશેષ બોધરૂપ છે. દર્શન સામાન્ય બોધરૂપ છે. જ્ઞાનની વિકૃતિ મોહના ઉદયથી થાય છે. જ્ઞાનની વિકૃતિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ પ્રત્યે કા૨ણ છે. જ્યાં સુધી મોહનો ઉદય છે ત્યાં સુધી જીવ જ્ઞાનાવરણકર્મ અને દર્શનાવરણકર્મ અવશ્ય બાંધે છે. મિથ્યાત્વના પ્રાચુર્યમાં વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણદર્શનાવરણ બંધાય છે તોપણ નિબિડ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંધ પ્રત્યે કોણ કારણ છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે.
૧૦૯
જેઓ જ્ઞાન પ્રત્યે દ્વેષ ધારણ કરે છે, જ્ઞાનવાળા પ્રત્યે દ્વેષ ધારણ કરે છે તેઓ જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનાવરણીયકર્મનો વિશેષ બંધ કરે છે. ફક્ત આ જ્ઞાન મિથ્યા છે તે બુદ્ધિથી તે મિથ્યાજ્ઞાન પ્રત્યે મિથ્યાજ્ઞાનની બુદ્ધિથી દ્વેષ થાય તો તે જ્ઞાનાવરણીયબંધનું અને દર્શનાવરણીયબંધનું કારણ નથી.
વળી જ્ઞાનવાળા પુરુષ પ્રત્યે કોઈ નિમિત્તથી પ્રદ્વેષ થાય કે જ્ઞાનનાં સાધનો પ્રત્યે કોઈક નિમિત્તથી પ્રદ્વેષ થાય તો તે જ્ઞાનાવરણ-દર્શનાવરણના વિશેષ બંધનું કારણ છે.
પોતે કોઈના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેવા જ્ઞાની પુરુષનો અપલાપ ક૨વામાં આવે, અથવા પાંચ જ્ઞાન શાસ્ત્ર કહે છે તે પ્રકારે પાંચ જ્ઞાન નથી તેમ જ્ઞાનનો નિહ્નવ ક૨વામાં આવે, અથવા પોતે કોઈક વસ્તુનું સમ્યજ્ઞાન ધરાવતો હોવા છતાં કોઈ પૂછવા આવે તો મને ખબર નથી એ પ્રમાણે પોતાનામાં વિદ્યમાન જ્ઞાનનો અપલાપ કરેયોગ્ય પણ જીવને તે જ્ઞાન નહીં આપવાની બુદ્ધિથી અપલાપ કરે, અથવા જ્ઞાનનાં સાધનો પોતાની પાસે હોય તે વખતે કોઈ માંગે તો ‘મારી પાસે નથી’ એ પ્રમાણે કહી અપલાપ કરે તો તેઓ વિશેષ પ્રકારે જ્ઞાનાવરણકર્મ બાંધે.
વળી, જ્ઞાનનું, જ્ઞાનવાનનું અને જ્ઞાનના સાધનનું માત્સર્યવિશેષ જ્ઞાનાવરણકર્મનું કારણ છે. જેમ પોતાની પાસે કોઈક વસ્તુનો સૂક્ષ્મબોધ હોય, હું અન્યને આપીશ તો મારા સમકક્ષ થશે તેવી માત્સર્યબુદ્ધિથી જ્ઞાન આપે નહીં, અથવા પોતાનાથી અધિક જ્ઞાનવાળાને જોઈને મત્સર ભાવ ધારણ કરે, અથવા જ્ઞાનનાં સાધનો પ્રત્યે મત્સરભાવને કારણે તેનો વિનાશ કરે ત્યારે નિબિડ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે.
કોઈ જ્ઞાન ભણતો હોય તેને ભણવામાં અંતરાય કરે તે જ્ઞાનનો અંતરાય છે, જ્ઞાનવાન પુરુષ કોઈને જ્ઞાન પ્રદાન કરતા હોય તેમાં અંતરાય કરે તે જ્ઞાનવાનનો અંતરાય છે. જ્ઞાનનાં સાધનો કોઈને જોઈતાં હોય, તેને પ્રાપ્ત થવામાં અંતરાય કરે તે સર્વ વિશેષ પ્રકારના જ્ઞાનાવરણ બંધનાં કારણો છે.
વળી જ્ઞાનનું ગ્રહણ અવિધિથી કરે, જ્ઞાનવાન પુરુષ પાસેથી અવિનયપૂર્વક ગ્રહણ કરે, જ્ઞાનનાં સાધનોનો અવિધિથી ઉપયોગ કરે ત્યારે અવિધિથી આસાદનને કારણે વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાનાવરણ કર્મ બંધાય છે.
વળી જ્ઞાનનો ઉપઘાત કરે, જ્ઞાનવાળાનો ઉપઘાત કરે અને જ્ઞાનનાં સાધનોનો ઉપઘાત કરે તો વિશિષ્ટ પ્રકા૨નો જ્ઞાનાવરણનો આશ્રવ થાય છે. કોઈના જ્ઞાનનો નાશ થાય તેવી પ્રવૃત્તિ ક૨વામાં આવે, તે જ્ઞાનનો ઉપઘાત છે. કોઈ જ્ઞાનવાન પુરુષ પ્રત્યે દ્વેષાદિના કારણે તેનો નાશ કરવા યત્ન કરવામાં આવે તો તે