________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨
ક્રિયા ગતિ છે=સ્થાનાંતર પ્રાપ્તિ છે તે ત્રણ પ્રકારની છે પ્રયોગગતિ, વિસ્રસાગતિ અને મિશ્રિકાગતિ. પરત્વાપરત્વ ત્રણ પ્રકારનું છે. પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત.
‘કૃતિ’ શબ્દ ત્રણ ભેદની સમાપ્તિમાં છે.
૨૯
ત્યાં=ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં પ્રશંસાકૃત પરધર્મ છે, પર જ્ઞાન છે, અપર અધર્મ છે અપર અજ્ઞાન છે. ક્ષેત્રકૃત પરત્વાપરત્વ એક દિક્ અને એક કાળમાં અવસ્થિત એવી બે વસ્તુમાં વિપ્રકૃષ્ટ પર છે=દૂર રહેવું પર છે. અને સન્નિકૃષ્ટ અપર છે. કાળકૃત પરત્વાપરત્વ દ્વિઅષ્ટવર્ષવાળા પુરુષથી=સોળ વર્ષવાળા પુરુષથી, સો વરસવાળો પુરુષ પર અને સો વર્ષવાળા પુરુષથી સોળ વરસવાળો અપર છે.
પરત્વાપરત્વમાં કાળકૃત પરત્વ કયું અપેક્ષિત છે ? તે નિગમન કરતાં કહે છે
આ રીતે ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં, પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને (કાળકૃત પરત્વાપરત્વ) અને કાળકૃત વર્તનાદિ, કાળનો ઉપકાર છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૫/૨૨।।
ભાવાર્થ:
ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી અને રૂપી એવું પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો છે તે પાંચે દ્રવ્યોની જે કાળાશ્રયવૃત્તિ તે વર્તના છે અર્થાત્ પ્રતિક્ષણ નવું નવું જે પરિવર્તન છે તે વર્તના છે. વર્તના કાળનું લક્ષણ છે.
અહીં પ્રશ્ન થાય કે પાંચેય દ્રવ્યોમાં કાલાશ્રયવૃત્તિરૂપ વર્તના શું છે ? તેથી કહે છે
—
દરેક પદાર્થો પ્રતિસમય કોઈકરૂપે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પત્તિવાળા છે. જે રૂપે ઉત્પન્ન થાય તે રૂપે સ્થિર રહે છે, તેથી સ્થિતિવાળા છે. અને પૂર્વના પર્યાયરૂપે નાશ પામે છે તે રૂપ પદાર્થમાં અવસ્થાંતરની પ્રાપ્તિરૂપ ગતિ છે, તે વર્તના છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પદાર્થો પ્રતિક્ષણ એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જાય છે અને તે પદાર્થ તે અન્ય અવસ્થામાં એક ક્ષણ સ્થિર રહે છે તે વર્તના છે. તે જે ક્ષણને આશ્રયી થાય છે તે ક્ષણરૂપ જ કાળ છે, તેથી કાળને જાણવાનો ઉપાય વર્તના છે.
વળી કાળનું લક્ષણ પરિણામ છે. તે પરિણામને ગ્રંથકારશ્રી સ્વયં આગળ સૂત્ર-૪૨માં બતાવશે તે પ્રમાણે વિચારીએ તો એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ આ ચાર અરૂપી દ્રવ્યો છે, તેમાંથી પ્રથમનાં ત્રણ અરૂપી દ્રવ્યો પ્રતિક્ષણ પરિણમન પામી રહ્યાં છે તોપણ તેઓનું પરિણમન સદા સમાન જ વર્તે છે. તેથી અનાદિમાન તે ત્રણેયનો પરિણામ છે. આત્મદ્રવ્ય સંસારીઅવસ્થામાં તે તે ભાવોરૂપે પરિણમન પામી રહ્યું છે તે તેનો પરિણામ છે. વળી, પુદ્ગલદ્રવ્ય ક્યારેક રક્તવર્ણવાળું તો ક્યારેક અન્ય વર્ણવાળું થાય છે તેથી પુદ્ગલનો અને આત્માનો પરિણામ આદિમાન છે. આ પરિણામ પ્રતિક્ષણ સર્વ દ્રવ્યોમાં થાય છે તે કાળનો ઉપકાર છે. સર્વ દ્રવ્યોમાં આ પ્રકારનો પરિણામ ક૨વાનો જે