________________
૩૦.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨, ૨૩ કાળનો ઉપકાર છે તે કાળનું લક્ષણ છે. વળી જીવદ્રવ્યનો કર્મજન્ય પરિણામ ન ગ્રહણ કરીએ તો જીવનો પણ અનાદિમાન પરિણામ છે. ગ્રંથકારશ્રીએ આગળમાં તેને જ ગ્રહણ કરેલ છે.
વળી ક્રિયા એ કાળનો ઉપકાર છે. આ ક્રિયા જીવમાં અને પુદ્ગલમાં પ્રાપ્ત થાય છે તે ગતિ સ્વરૂપ છેઃ એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ છે. આ ગતિ ત્રણ પ્રકારની છે : પ્રયોગગતિ, વિસસાગતિ, અને મિશ્રિકાગતિ. જીવ એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં ઇચ્છાપૂર્વક જાય છે ત્યાં પ્રયોગથી ગતિ છે. પરમાણુ, લયણુક આદિ એક ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રમાં જાય છે તે વિસસાગતિ છે. કોઈ પદાર્થ જીવના પ્રયત્નથી ગતિમાન થયા પછી સ્વાભાવિકપણે ગતિશીલ રહેતો હોય તેમાં મિશ્રગતિ હોવાની સંભાવના છે. આ પ્રકારનો ગતિનો પરિણામ કાળને આશ્રયીને થાય છે; કેમ કે એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન સમયોમાં થાય છે, તેથી ગતિ કાળનો ઉપકાર છે. ક્રિયાનો અર્થ ભાષ્યકારશ્રીએ ગતિ કર્યો છે અને ટીકાકારશ્રીએ તેનો અર્થ અન્ય પ્રકારે કર્યો છે; છતાં અમને આ પ્રમાણે અર્થ ઉચિત જણાયો છે તેથી ટીકાકારશ્રી કરતાં અને અન્ય રીતે અર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે.
વળી કાળનો ઉપકાર પરત્વાપરત્વ છે તે બતાવવા માટે ભાષ્યકારશ્રી પ્રથમ પરવાપરત્વ ત્રણ ઠેકાણે પ્રાપ્ત થાય છે તે બતાવે છે –
(૧) પ્રશંસાકૃત પરવાપરત્વ :- જેમ ધર્મ પર છે=શ્રેષ્ઠ છે અને અધર્મ અપર ઇ=અશ્રેષ્ઠ છે. અથવા જ્ઞાન પર છે= શ્રેષ્ઠ છે, અજ્ઞાન વિપરીતજ્ઞાન, અપર છે અશ્રેષ્ઠ છે. આ રીતે પર શબ્દ પ્રશંસા અર્થમાં અને અપર શબ્દ નિંદા અર્થમાં વપરાય છે.
(૨) ક્ષેત્રકૃત પરત્વાપરત્વ :- જેમ એક કાળે એક દિશામાં રહેલા બે પદાર્થોમાંથી જે અધિક દૂર હોય તે પર કહેવાય અને તે અધિક દૂરથી કાંઈક નજીક હોય તે અપર કહેવાય. આ પ્રકારે ક્ષેત્રને આશ્રયી પરાપરનો પ્રયોગ થાય છે.
(૩) કાલત પરત્વાપરત્વ:- વળી કાળને આશ્રયીને ૧૦ વર્ષના પુરુષ કરતાં ૧૦૦ વરસનો પુરુષ પર કહેવાય; કેમ કે ૧૦ વર્ષના પુરુષ કરતાં તે ઉંમરમાં અધિક છે, તે કાળને આશ્રયી પરત્વ છે. ૧૦૦ વર્ષવાળા પુરુષ કરતાં ૧૦ વર્ષવાળો પુરુષ અપર છે; કેમ કે ૧૦૦ વર્ષના પુરુષ કરતાં તે ઉંમરમાં અલ્પ છે, જે કાળને આશ્રયી અપરત્વ છે.
પ્રશંસાકૃત પરત્વાપરત્વને અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને જે કાળને આશ્રયીને પરતાપરત્વ છે તે કાળનો ઉપકાર છે. આ પ્રકારનો વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વરૂપ કાળનો ઉપકાર એ કાળનું લક્ષણ છે. આપ/ ભાષ્ય :
अत्राह – उक्तं भवता (अ० ५, सू० १९ भाष्ये) 'शरीरादीनि पुद्गलानामुपकार' इति, पुद्गला इति च तन्त्रान्तरीया जीवान् परिभाषन्ते, स्पर्शादिरहिताश्चान्ये । तत् कथमेतदिति ? अत्रोच्यते - एतदादिविप्रतिपत्तिप्रतिषेधार्थं विशेषवचनविवक्षया चेदमुच्यते -