________________
૩૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ અપેક્ષાએ થાય છે. તે આ પ્રમાણે – આંબળાથી બોર સૂક્ષ્મ છે તે બોરનો સંઘાતપરિણામ અલ્પ આકારવાળા સ્કંધરૂપ હોવાથી તેને આંબળામાં દીર્ઘ આકારવાળા સંઘાતની અપેક્ષાએ સૂક્ષ્મપણું છે; પરંતુ પુદ્ગલના પરમાણુની સંખ્યાની અપેક્ષાએ નથી. આથી જ અનંત પરમાણુઓનો સ્કંધ એક આકાશપ્રદેશ પર રહે છે અને દશ પરમાણુઓનો સ્કંધ દશ આકાશપ્રદેશ પર રહે ત્યારે દશ આકાશપ્રદેશ પર રહેલા દશ પરમાણુના સ્કંધ કરતાં એક આકાશપ્રદેશ પર રહેલો અનંત પરમાણુનો સ્કંધ સંઘાત પરિણામની અપેક્ષાએ સૂક્ષ્મ છે.
સ્થળપણું પણ બે પ્રકારનું છે : અંત્યસ્થૂળપણું અને આપેક્ષિકશૂળપણું. સંઘાત પરિણામની અપેક્ષાએ સ્થળપણું બતાવે છે – અંત્ય સ્થૂળપણું અચિત્તમહાત્કંધ જ્યારે લોકવ્યાપી બને છે ત્યારે તે અંત્યસ્થૂળ કહેવાય. આપેક્ષિક સ્થળપણું બોરની અપેક્ષાએ આંબળામાં છે તે સંઘાત પરિણામની અપેક્ષાએ છે; પરંતુ પરમાણુના જથ્થાની અપેક્ષાએ નથી આથી જ એક આકાશપ્રદેશ પર રહેલ અનંત પરમાણુના અંધ કરતાં દશ આકાશપ્રદેશ પર રહેલ દશ પરમાણુના સ્કંધ સ્થળ છે.
વળી સંસ્થાન અનેક આકારનું છે : જેમ કેટલાક પરમાણુઓ દીર્ઘ આકારની પ્રતીતિ કરાવે તે રીતે એકમેક થઈને સ્કંધરૂપે રહેલા હોય, જેમ નેતરની સોટી. વળી ત્રિકોણાદિ અન્ય આકારે પણ પરમાણુઓ રહેલા હોય છે. આ રીતે અનિત્થસ્થ સંસ્થાન સુધી અનેક પ્રકારનાં સંસ્થાનોની પ્રાપ્તિ છે. પુદ્ગલો તે સર્વ સંસ્થાનવાળા છે.
ભેદ પુદ્ગલનો પરિણામ છે અને ભેદવાળા પુદ્ગલો છે. તે ભેદ પાંચ પ્રકારનો છે : ઔત્કારિક કોઈક વસ્તુને ઘસવાથી રજકણરૂપે પડતા નાના નાના સ્કંધો તે ઔત્કારિક ભેદ છે. પુદ્ગલો આવા ઔત્કારિકભેટવાળા છે. અનાજ કે અન્ય કોઈ વસ્તુને ચૂર્ણ કરવામાં આવે તે ચૌર્ણિક ભેદ છે, પુદ્ગલો આવા ભેદવાળા છે. મોટી વસ્તુના ટુકડા કરવામાં આવે ત્યારે તેના જે ભેદો પડે તે ખંડભેદ છે. પુદ્ગલો આવા ખંડમેદવાળા છે. પ્રતર આકારે કોઈ વસ્તુના વિભાગો કરવામાં આવે તે પ્રતર ભેદ છે. અનુતટ=વાંસ, ઈસુ આદિના છોલવાથી જે વિભાગ પડે છે તે અનુતટ વિભાગ છે, તેવો વિભાગ પણ પુદ્ગલમાં થાય છે માટે અનુતટ વિભાગવાળા પુદ્ગલો છે.
અંધકાર, છાયા, આતાપ અને ઉદ્યોત એ પરિણામથી થનારા પુદ્ગલના ભાવો છે. આશય એ છે કે દીવા આદિના પ્રકાશના કારણે ભાસ્વર પુદ્ગલો દીવાના અભાવમાં અંધકારરૂપે પરિણમન પામે છે તેથી તે તમઃ પરિણામરૂપ પુદ્ગલના ભાવો છે. અંધકારના પુદ્ગલો પ્રકાશના પુદ્ગલરૂપ નિમિત્તને પામીને પ્રકાશરૂપે પરિણમન પામે છે. વળી દર્પણાદિમાં દેહાદિ પદાર્થોમાંથી નીકળેલા છાયાના પુદ્ગલો તત્સદશ વર્ણને દેખાડનારા હોય છે, તે છાયાપરિણામથી થનારા પુદ્ગલના ભાવો છે. વળી આતપનામકર્મના ઉદયને કારણે સૂર્યના વિમાનમાંથી નીકળતા કિરણના પુદ્ગલો તે આતપવાળા પુદ્ગલના પરિણામો છે. ચંદ્રના વિમાનમાંથી નીકળતા કિરણના પગલો ઉદ્યોત પરિણામવાળા છે.
સર્વ આ સ્પર્શદિ-સૂત્ર-૨૩, સૂત્ર-૨૪માં બતાવ્યા એ સ્પર્શાદિ, અને શબ્દાદિ પુદ્ગલોમાં થાય છે માટે પુદ્ગલો સ્પર્શદિવાળા અને શબ્દાદિવાળા છે. અર્થાત્ શબ્દ પોતે પુદ્ગલ નથી પરંતુ શબ્દ પરિણામવાળા