________________
ઉ૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૩૭, ૩૮ આધારરૂપે દેખાય છે અને ગુણ-પર્યાય આધેયરૂપે દેખાય છે. જેમ જીવદ્રવ્યને ઉપસ્થિત કરવામાં આવે ત્યારે જીવદ્રવ્યમાં જ્ઞાન, વિર્ય આદિ ગુણો આધેયરૂપે દેખાય છે અને પ્રતિક્ષણ પરાવર્તન પામતા ભાવોરૂપ પર્યાય આધેયરૂપે દેખાય છે. વળી જીવના પર્યાયવાચી શબ્દો સંજ્ઞાંતરરૂપ છે તેથી તે સંજ્ઞાંતર ભાવો પણ તેમાં આધેયરૂપે દેખાય છે. આથી જ શબ્દાદિ નો એક ઘટરૂપ પદાર્થને પણ ઘટત્વ-કુંભત્વ આદિ ભાવોથી પરસ્પર ભિન્ન માને છે તેમ આત્મામાં ચેતનત્વ-જીવત્વ-આત્મત્વ આદિ ભાવોથી એક જ આત્મા અનેક પર્યાયવાળો ગણાય છે અને ગુણ-પર્યાય બંને જેમાં વિદ્યમાન છે તેને દ્રવ્ય કહેવાય છે. તેથી ફલિત થાય કે દ્રવ્ય આધાર છે, ગુણ-પર્યાય આધેય છે; છતાં તે બંને વચ્ચે તાદાભ્યભાવ છે. પરંતુ કુંભમાં જલની જેમ આધાર-આધેયભાવ નથી.
ગુણોનું લક્ષણ સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. ગુણ-પર્યાય બને જેમાં વિદ્યમાન છે તે દ્રવ્ય કહેવાય. તેથી ગુણ-પર્યાયની સાથે તાદાસ્યભાવવાળું દ્રવ્ય છે. પરિણા અવતરણિકા :
સૂત્ર-૧માં ચાર અજીવકાય બતાવ્યાં, સૂત્ર-રમાં ચાર અજીવકાય અને જીવ દ્રવ્ય છે એમ બતાવ્યું. તેથી નક્કી થાય છે કે ચાર અજીવકાય અને જીવ એમ પાંચ દ્રવ્યો છે, તેનાથી અન્ય કોઈ દ્રવ્ય નથી. જો કાલ પણ દ્રવ્ય હોત તો અજીવતાયને બતાવ્યા પછી અજીવ, જીવ અને કાલ પણ દ્રવ્ય છે એવું બતાવનાર સૂત્ર ગ્રંથકારશ્રી કરત, પણ તેવું સૂત્ર ગ્રંથકારશ્રીએ બતાવ્યું નથી. તેથી ગ્રંથકારશ્રીને કાલવ્ય સંમત નથી તેમ ફલિત થાય છે; આમ છતાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણો બતાવતી વખતે કાલનું પણ લક્ષણ સૂત્ર-૨૨માં બતાવ્યું, તેથી વિચારકને પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીને કાલ દ્રવ્યરૂપે માન્ય નથી, છતાં કાલનું લક્ષણ કેમ બતાવ્યું? વસ્તુતઃ કાલનાં વર્તના આદિ લક્ષણ પણ જીવ-અજીવના પરિણામ સ્વરૂપ છે તેમ તે સૂત્રના ભાષ્યથી સ્પષ્ટ થાય છે. તેથી જેમાં ગ્રંથકારશ્રીને અસ્વરસ છે તેવા કાલતા વિષયમાં અન્ય આચાર્યનો મત બતાવવા અર્થે કહે છે – સૂત્ર:
कालश्चेत्येके ।।५/३८।। સૂત્રાર્થ:
એક આચાર્યો કાલને દ્રવ્યરૂપે સ્વીકારે છે. II૫/૩૮. ભાષ્ય :
एके त्वाचार्या व्याचक्षते-कालोऽपि द्रव्यमिति ।।५/३८ ।। ભાષ્યાર્થ
પ .... દ્રવ્યમતિ | એક આચાર્યો કહે છે –