________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬
વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – દર્શન, સ્પર્શન, પ્રત્યય, સમંતઅનુપાત અને અનાભોગ, એ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – સ્વહસ્ત, નિસર્ગ, વિદારણ, આસયત અને અવકાંક્ષ, એ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – આરંભ, પરિગ્રહ, માયા, મિથ્યાદર્શન અને અપ્રત્યાખ્યાનક્રિયા એ પાંચ પ્રકારની ક્રિયા છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. issuu ભાવાર્થ :
સૂત્ર-પમાં કહ્યું કે સાંપરાયિક કર્મના આશ્રવો કષાયવાળા જીવને થાય છે. તેથી હવે તે સાંપરાયિક આશ્રવના ભેદો બતાવે છે. તેમાં પાંચ અવ્રતોના ભેદો છે, ચાર કષાયોના ભેદો છે, પાંચ ઇન્દ્રિયોના ભેદો છે અને પચ્ચીસ ક્રિયાના ભેદો છે. તેમાંથી પાંચ અવ્રતના ભેદો ભાષ્યકારશ્રી બતાવે છે – હિંસા, મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ એ અવ્રતના પાંચ ભેદો છે.
એથી એ પ્રાપ્ત થાય કે કષાયવાળા જીવે કર્મબંધના નિવારણ અર્થે પાંચ વ્રતોનું પારમાર્થિક સ્વરૂપ જાણવું જોઈએ અને પાંચ વ્રતોના સ્વરૂપને જાણ્યા પછી તેના પરમાર્થને સ્પર્શે તે રીતે પાંચ વ્રતોનું પાલન કરવું જોઈએ જેથી પાંચ અવ્રતરૂપ સાંપરાયિક આશ્રવનો નિરોધ થાય. જેઓ તે પાંચ વ્રતોનું પાલન કરતા નથી તેઓને પાંચ અવતરૂપ સાંપરાયિક આશ્રવ પ્રાપ્ત થાય છે.
સંસારી જીવો પ્રમત્તયોગથી પ્રાણનું વ્યપરોપણ કરે છે તે હિંસા છે. જે જીવો આત્માના પ્રમાદભાવનો ત્યાગ કરીને જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામપૂર્વક ષકાયના પાલન માટે યત્ન કરતા નથી તેઓને હિંસા નામનું અવ્રત છે.
જેઓ કોઈ પ્રયોજનથી બોલે છે ત્યારે જિનવચનના નિયંત્રણ નીચે એકાંતે સ્વપરના હિતનું કારણ હોય તેવું સત્ય વચન બોલે તેમને બીજા વ્રતનો પરિણામ છે. અને જે તે પ્રમાણે બોલતા નથી પરંતુ જે પ્રમાણે પોતાના સંયોગો હોય તે વખતે પોતાને જે ભાવ થાય તે પ્રમાણે યથાતથા વચન પ્રયોગ કરે છે તે સર્વ મૃષાભાષારૂપ છે. તેથી મૃષાવાદકૃત અવ્રતરૂપ આશ્રવની પ્રાપ્તિ થાય છે. જે શ્રાવકો પોતાની શક્તિ અનુસાર વ્યવહારથી પણ મૃષાભાષાનો પરિહાર કરીને ઉચિત વ્યવહારથી સંસારની પ્રવૃત્તિઓ કરે છે તેઓને સ્થૂલ મૃષાવાદનો પરિહાર હોવાથી મૃષાવાદરૂપ અવ્રતનો અંશથી ત્યાગ છે તેથી એટલા અંશમાં અમૃતરૂપ આશ્રવની અપ્રાપ્તિ છે.
વળી જે સાધુ જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળા છે તેઓ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ સંયમ અર્થે ગ્રહણ કરે છે, તેઓ ચારેય પ્રકારના અદત્તાદાનના પરિહારવાળા છે. જેઓ આ પ્રકારે અદત્તાદાનનો પરિહાર કરતા નથી તેઓને તેયરૂપ અવતને કારણે સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ