________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ પ્રશંસા ન કરી તે સંબંધી ઈર્ષાનો પરિણામ કર્યો અને વિચાર્યું કે હજી ગુરુ ભગવંત રાજસ્વભાવનો ત્યાગ કરતા નથી. આ વિચારણાના કાલે બ્રાહ્મી-સુંદરીના જીવ એવા પીઠ-મહાપીઠે આકર્ષ દ્વારા મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું, જે મિથ્યાત્વક્રિયા છે. (૩) પ્રયોગક્રિયા :
મનોયોગથી, વચનયોગથી અને કાયયોગથી થતી ક્રિયા કોઈ કૃત્યને અનુકૂળ હોય તે પ્રયોગક્રિયા છે. તેથી મન-વચન-કાયાના યોગો આરંભ-સમારંભને અનુકૂળ વર્તતા હોય તે પ્રયોગક્રિયા છે. (૪) સમાદાનક્રિયા :
આઠ કર્મબંધને અનુકૂળ ક્રિયા તે સમાદાનક્રિયા. સમાદાનક્રિયા બે પ્રકારે છેઃ દેશઉપઘાતસમાદાનક્રિયા, સર્વઉપઘાતસમાદાનક્રિયા. જેમાં કોઈક જીવ કોઈકની ઇન્દ્રિયના દેશનો ઉપઘાત કરે તે દેશઉપઘાતસમાદાનક્રિયા છે. અને કોઈક જીવ સર્વ પ્રકારથી કોઈની ઇન્દ્રિયનો નાશ કરે તે સર્વઉપઘાતસમાદાનક્રિયા છે. (૫) ઈર્યાપથક્રિયા:
જે સાધુ અપ્રમત્તભાવથી સર્વ ક્રિયા કરતા હોય, જિનવચનથી ઉપયુક્ત થઈને બોલતા હોય, આહારગ્રહણ, પડિલેહણ આદિ ક્રિયા જિનવચનથી ઉપયુક્ત થઈને કરતા હોય અને લેશ પણ પ્રમાદનો સ્પર્શ ન હોય તેઓને ઈર્યાપથિક સાંપરાયિક આશ્રવ છે.
પ્રસ્તુત ઈર્યાપથિકક્રિયાથી થતો કર્મબંધ માત્ર એક સામયિક ઈર્યાપથિક કર્મબંધ નથી પરંતુ ઈર્યાપથિકક્રિયાનું કારણ બને તેવો સાંપરાયિક આશ્રવ પણ છે, તેનું ગ્રહણ છે; કેમ કે પ્રસ્તુત સૂત્રથી સાંપરાયિક આશ્રવના ભેદોનું વર્ણન શરૂ કર્યું છે. ઈર્યાપથિક આશ્રવ વીતરાગને જ હોઈ શકે તેમ વિચારીએ તો વીતરાગ થવાને અભિમુખ દૃઢ યત્નવાળા મુનિને ઈર્યાપથિકક્રિયા હોય તોપણ તે ક્રિયાથી એક સામયિક કર્મબંધ નથી; પરંતુ ઉત્કૃષ્ટથી આઠ વર્ષ અને જઘન્યથી એક મુહૂર્ત સ્થિતિનો કર્મબંધ થાય છે.
વળી અન્ય પ્રકારે પાંચ-પાંચ ક્રિયામાં સર્વ ક્રિયાઓનો સંગ્રહ થાય છે. તેથી ભાષ્યકારશ્રીએ પાંચ-પાંચ ક્રિયાઓનો સમાસ કર્યો છે તેમ જણાય છે. (૬) કાયિકીક્રિયા -
કાયાથી નિવૃત્ત થઈ હોય તે કાયિકક્રિયા છે. આવશ્યકનિયુક્તિ હરિભદ્રસૂરિ ટીકા અનુસાર કાયિકીક્રિયાના (૧) અવિરતકાયિકીક્રિયા, (૨) દુષ્પણિહિતકાયિક ક્રિયા અને (૩) ઉપરતકાયિકીક્રિયા એમ ત્રણ પ્રકારે છે. અવિરતકાયિકક્રિયા મિથ્યાષ્ટિને અને સમ્યગ્દષ્ટિને હોય છે. જે મુનિઓ કે અન્ય જીવો જિનવચનથી ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરતા ન હોય તેવા પ્રમત્ત સાધુઓને કે અન્ય જીવોને દુષ્પણિહિતકાયિકક્રિયા હોય છે. ઉપરતકાયિકક્રિયા જિનવચન અનુસાર ક્રિયા કરનાર સાવઘક્રિયાથી ઉપરત અપ્રમત્ત મુનિઓને હોય છે.