________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬, ૭
પૂર્વમાં સમ્યક્ત અને મિથ્યાત્વ એમ બે ક્રિયા બતાવ્યા પછી અહીં મિથ્યાદર્શનિકી ક્રિયા કહી. તેથી એ પ્રાપ્ત થાય કે મિથ્યાત્વને અભિમુખ પરિણામ તે મિથ્યાત્વક્રિયા છે અને પદાર્થને મિથ્થારૂપે જોવાને અનુરૂપ દર્શનની ક્રિયા તે મિથ્યાદર્શનિક ક્રિયા છે. (૨૫) અપ્રત્યાખ્યાની ક્રિયા :
અપ્રત્યાખ્યાનિક ક્રિયા બે પ્રકારની છે : જીવઅપ્રત્યાખ્યાનિક ક્રિયા અને અજીવઅપ્રત્યાખ્યાનિક ક્રિયા. પ્રત્યાખ્યાન એટલે “જ્ઞાત્વા ક્રર...' આ વસ્તુ આત્મા માટે અહિતકારી છે તેવો બોધ કરીને તે પ્રકારની રુચિપૂર્વક તે પ્રકારની વિરતિને કરવામાં આવે તે પ્રત્યાખ્યાનક્રિયા કહેવાય. જેઓ લેશ પણ ભાવથી પ્રત્યાખ્યાનના પરિણામવાળા નથી તેઓ જીવવિષયક કે અજીવ વિષયક અપ્રત્યાખ્યાનિકી ક્રિયાવાળા છે. તેથી સર્વ પ્રકારની અવિરતિને અનુકૂળ પરિણામો સદા તેઓમાં વર્તે છે. તેવા જીવોને અપ્રત્યાખ્યાનિકીક્રિયારૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. IIકા અવતરણિકા:
પૂર્વમાં સાંપરાધિક આશ્રવના પૂલથી ઓગણચાલીસ ભેદો બતાવ્યા. તે ભેદોમાં પણ સર્વ જીવોને સમાન કર્મબંધ થતો નથી, પરંતુ તેઓના પરિણામને અનુરૂપ કર્મબંધમાં ભેદ પડે છે. આ ભેદ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સૂત્ર :
तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।।६/७।। સૂત્રાર્થ :
તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણવિશેષ - આ સર્વના ભેદથી તેનો વિશેષ છેઃકર્મબંધનો વિશેષ છે. II/ળા ભાષ્ય :'एषामेकोनचत्वारिंशत्साम्परायिका(स्रवा)णां तीव्रभावात् मन्दभावात् ज्ञातभावादज्ञातभावाद् वीर्यविशेषादधिकरणविशेषाच्च विशेषो भवति - लघुर्लघुतरो लघुतमस्तीव्रस्तीव्रतरस्तीव्रतम इति । तद्विशेषाच्च बन्धविशेषो भवति ।।६/७।। ભાષ્યાર્થ
વિમેવો .... ભવતિ આ ઓગણચાલીસ સાંપરાધિક આશ્રયોના=પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એ ઓગણચાલીસ સાંપરાયિક આવ્યવોના, તીવ્રભાવથી, મંદભાવથી, જ્ઞાતભાવથી, અજ્ઞાતભાવથી, વીર્યવિશેષથી અને અધિકરણના ભેદથી વિશેષ છે=સાંપાયિક આશ્રવોનો ભેદ છે.