________________
૧૦૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯, ૧૦ (૧૪) માનકૃત વાગ્રસંરંભ :
કોઈક જીવને માનકષાયનો ઉદય વર્તતો હોય, ત્યારે પોતાને કોઈ માન આપે તેવો સૂક્ષ્મ પરિણામ થવાને કારણે માનપ્રાપ્તિને યોગ્ય વચનપ્રયોગ કરવાનો સંકલ્પ થાય તે માનકૃત વાગુસંરંભ છે.
આ રીતે સંરંભ, સમારંભ અને આરંભ વિષયક અન્ય સર્વ પણ વિકલ્પો યોજન કરવા.
અહીં વિશેષ એ છે કે જીવસ્વભાવે જીવ બાહ્ય પદાર્થમાં ઉપયોગવાળો હોય છે ત્યારે સૂક્ષ્મ ક્રોધ-માનમાયા-લોભમાંથી કોઈક કષાયનો ઉદય વર્તતો હોય છે. જિનવચનનું અવલંબન લઈને ક્ષયોપશમભાવ ઉલ્લસિત થાય તે પ્રકારે કોઈ સાધુ ભગવાનની ભક્તિમાં ઉપયુક્ત હોય કે સ્વાધ્યાય આદિમાં ઉપયુક્ત હોય, તો તે ઉપયોગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો હોવાથી કે દોષ પ્રત્યે નિંદાના પરિણામવાળો હોવાથી કષાયનો ઉદય ક્ષયોપશમભાવરૂપે પરિણમન પામે છે. ક્ષયોપશમભાવથી જે કોઈ કાયાનું કૃત્ય, વચનનું કૃત્ય કે મનનું કૃત્ય કરવાનો સંકલ્પ થાય છે તે સર્વ સંકલ્પમાં કષાયનો ઉદય નહીં હોવાથી કષાયકૃત સંરંભની પ્રાપ્તિ નથી, પરંતુ જ્યારે ઉપયોગ પ્રમાદને વશ બાહ્ય પદાર્થ વિષયક હોય છે ત્યારે શરૂઆતમાં સંરંભ પ્રાપ્ત થાય છે, ત્યારપછી સમારંભની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે આરંભની પ્રાપ્તિ થાય છે. સંરંભમાં સંકલ્પ હોય છે, સમારંભમાં બીજા જીવોની પરિતાપના થાય તેવી પ્રવૃત્તિ હોય છે અને આરંભમાં પ્રાણીવધ થાય તેવી પ્રવૃત્તિ હોય છે. ll/લા * ભાષ્ય :
સત્રદ–ગાથાનીવાધિર શિમિતિ ? મત્રો – ભાષ્યાર્થ :
અહીં=સૂત્ર ૮માં બે પ્રકારનું અધિકરણ બતાવ્યું તેમાં, પ્રશ્ન કરે છે – હવે અજીવઅધિકરણ શું છે? અહીં કહેવાય છે – ભાવાર્થ -
સૂત્ર-૯માં જીવઅધિકરણ બતાવ્યું. હવે અજીવઅધિકરણ શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર -
निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ।।६/१०।। સૂત્રાર્થ:
નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ અને નિસર્ગ બે, ચાર, બે અને ત્રણ ભેજવાળા પર છે આજીવઅધિકરણ છે. II/૧૦II. ભાષ્ય :
परमिति सूत्रक्रमप्रामाण्यादजीवाधिकरणमाह, तत् समासतश्चतुर्विधम् । तद्यथा - निर्वर्तना १