________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૯ ત્યારે માયાપૂર્વક કોઈક કાયિક ક્રિયા કરવા અર્થે અન્યને પ્રેરણા કરવાનો સંકલ્પ કરવામાં આવે તે માયાકારિત કાયસંરંભ છે.
(૮) લોભકારિત કાયસંરંભ ઃ
કોઈ બાહ્ય પદાર્થ વિષયક લોભને વશ પોતાના લોભની પુષ્ટિ થાય તેવી કાયિક ક્રિયા કોઈની પાસે કરાવવાનો સંકલ્પ થાય ત્યારે લોભકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય છે.
(૯) ક્રોધાનુમત કાયસંરંભ ઃ
કોઈના પ્રત્યે ક્રોધના કારણે કોઈ વ્યક્તિ આ કૃત્ય કરે તો સારું, એ પ્રકારનો સંકલ્પ ક્રોધાનુમત કાયસંરંભ છે. આ સંકલ્પમાં કોઈની પાસેથી તે કાર્ય કરાવવાનો પરિણામ નથી, ફક્ત આશંસા જ છે કે તે આ કૃત્ય કરે તો સારું.
(૧૦) માનાનુમત કાયસંરંભ ઃ
માનકષાયને વશ પોતાના માનની પુષ્ટિ થાય તેવું કાર્ય કોઈક કરે તેવી આશંસા થાય, પરંતુ તેવું કૃત્ય સ્વયં ક૨વાનો કે તેવું કૃત્ય અન્ય પાસે કરાવવાનો પરિણામ ન હોય; માત્ર તેવી આશંસા-ઇચ્છા વર્તતી હોય તો તેનાથી માનાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે.
(૧૧) માયાનુમત કાયસંરંભ ઃ
ક્રોધને વશ, માનને વશ કે લોભને વશ માયાનો પરિણામ અંદરમાં ઉત્થિત હોય તથા તે માયાના પરિણામને કારણે કોઈ વ્યક્તિ પોતાને ઇષ્ટ હોય તેવું કાર્ય કરે તેવો સંકલ્પ થાય ત્યારે તે વ્યક્તિના કાયસંરંભમાં અનુમોદનનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમાં માયાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે. (૧૨) લોભાનુમત કાયસંરંભ :
કોઈ વ્યક્તિને કોઈ પદાર્થ પ્રત્યે ઇચ્છા થાય અને તેની પ્રાપ્તિમાં કારણભૂત એવી કાયાની ચેષ્ટા કોઈ કરે તો પોતાને પ્રીતિ થાય તેવો અંદરમાં પરિણામ વર્તતો હોય તે વખતે પોતે તે કૃત્ય કરવા વિષયક કોઈ પ્રેરણા કરી નથી અને પોતે તેવું કૃત્ય પણ ન કરતો હોવા છતાં પોતાના હૈયામાં તેવો સંકલ્પ વર્તે છે, કે આ કૃત્ય તે કરે, તો લોભાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે.
(૧૩) ક્રોધકૃત વાસંરંભ
કોઈપણ પદાર્થ પ્રત્યે અલ્પ પણ અરુચિ થાય અને તે અરુચિને અભિવ્યક્ત કરે તેવી વાણીની ક્રિયાને કરવાનો સંકલ્પ થાય, પરંતુ વાણીની ક્રિયા કરી ન હોય ત્યારે ક્રોધકૃત વાગ્યુંરંભની પ્રાપ્તિ છે. જેમ વિષ્ટા આદિ અશુચિ પદાર્થને જોઈને અલ્પ પણ અરુચિ થઈ હોય, તેને અભિવ્યક્ત કરવાનો સંકલ્પ જ થયો હોય, વચનપ્રયોગ ન થયો હોય તો ક્રોધકૃત વાગ્યુંરંભની પ્રાપ્તિ છે.
: