________________
૧૦૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯ (૩) માયાકૂત કાયસંરંભઃ
કોઈ જીવને માયાનો ઉદય વર્તતો હોય અને તે માયા લોભથી પણ ઉપસ્થિત હોય કે ક્રોધથી પણ ઉસ્થિત હોય; પરંતુ વર્તમાનમાં માયાનો ઉપયોગ હોય અને તેના કારણે કાયાથી કોઈ ક્રિયા કરવાનો સંકલ્પ થાય, જેથી પોતાના ક્રોધની કે લોભની તૃપ્તિ થાય તેવા પ્રકારનો સંકલ્પ માયાકૃત કાયસંરંભ છે. (૪) લોભકૃત કાયસંરંભઃ
કોઈ મહાત્માને કોઈ પદાર્થમાં સૂક્ષ્મ લોભ હોય જેના કારણે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ કરે ત્યારે લોભકૃત કાયસંરંભની પ્રાપ્તિ છે. જેમ સંયમી પણ સાધુને કોઈ સુંદર ભિક્ષા મળી હોય અને તેવી ભિક્ષાની પ્રાપ્તિના અર્થે ફરી જવાનો સંકલ્પ થાય, તો તે લોભકૃત કાયસંરંભ છે. વળી સંસારી જીવો પણ લોભને વશ કાયાથી કોઈ ક્રિયા કરવાનો સંકલ્પ કરે તે લોભકૃત કાયસંરંભ છે. (૫) ક્રોધકારિત કાયસંરંભ -
કોઈ જીવને કોઈના પ્રત્યે ક્રોધ થવાને કારણે જેના પ્રત્યે ક્રોધ થયો છે તેના અર્થ માટે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈક આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરાવવાનો સંકલ્પ થાય ત્યારે ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય છે. વળી કોઈ સાધુને પગમાં કાંટો વાગે તેના પૂર્વે તે મહાત્મા સમભાવના ઉપયોગવાળા હોય છતાં કાંટો વાગવાને કારણે કંટકની પીડા પ્રત્યે દ્વેષ થવાથી કોઈના પાસે તે કાંટો કઢાવવાનો સંકલ્પ કરે ત્યારે ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય. તે મહાત્મા સમભાવના ઉપયોગવાળા હોવા છતાં કાંટો વાગે ત્યારે કંટકની પીડા પ્રત્યે દ્વેષ થાય તેના લીધે સંયમમાં અતિચાર લાગે. સમભાવનો પરિણામ ટકાવવા અને વૃદ્ધિ કરવામાં કંટકની પીડા વિજ્ઞભૂત છે તેવો નિર્ણય થાય ત્યારે સમભાવ પ્રત્યેના રાગથી સમભાવમાં વિપ્નભૂત એવા કંટકના પરિહાર અર્થે કોઈની પાસેથી કંટક કઢાવવાનો વિકલ્પ કરે તેમાં સમભાવ પ્રત્યેનો રાગ હેતુ હોવાથી ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ નથી, પરંતુ સમભાવ પ્રત્યેના રાગરૂપ ક્ષયોપશમભાવથી કાંટાના દૂર કરાવવા અર્થે કાયાનો વ્યાપાર કરાવવાનો સંકલ્પ છે. (૬) માનકારિત કાયસંરંભ -
કોઈ જીવને માનને વશ કોઈક પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવાનો સંકલ્પ થાય, જેથી એના માનની પુષ્ટિ થતી હોય, તેવી ક્રિયાનો સંકલ્પ માનકારિત કાયસંરંભ છે. જેમ કોઈને, કોઈક કાર્ય કરવાનું કહેવાનો સંકલ્પ થાય ત્યારે તે વ્યક્તિ કાયાથી જે પ્રવૃત્તિ કરશે તેના દ્વારા પોતાના માનની પુષ્ટિ થતી હોય તેવી ક્રિયા માનકારિત કાયસંરંભ છે. (૭) માયા કારિત કાયસંરંભ :
માયાને વશ કોઈક પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવાનો સંકલ્પ થાય ત્યારે માયા કારિત કાયસંરંભ થાય છે. જેમ માયા કરીને કોઈની પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવામાં પોતાના લોભની પુષ્ટિ દેખાય