________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૮, ૯ ભાવઅધિકરણની પ્રાપ્તિ ન હતી. તેથી અજીવ સ્વરૂપ દ્રવ્યઅધિકરણ હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ થઈ નહીં. જે સ્થાનમાં અજીવરૂપ દ્રવ્યઅધિકરણ નથી, તે સ્થાનમાં પણ ભાવઅધિકરણની પ્રાપ્તિ દ્વારા કર્મબંધની પ્રાપ્તિ થાય છે. આથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગમાં હતા, ત્યારે શસ્ત્ર કે છેદન-ભેદન આદિની ક્રિયા આત્મક દ્રવ્યઅધિકરણ ન હતાં, છતાં ભાવઅધિકરણ દ્વારા સાતમી નરકને અનુકૂળ કર્મબંધની પ્રાપ્તિ થઈ.
આથી એ પ્રાપ્ત થાય કે ભાવઅધિકરણ એ કર્મબંધને અનુકૂળ જીવના પરિણામરૂપ છે, પરંતુ કાયિક, વાચિક કે માનસિક ક્રિયારૂપ નથી જ્યારે દ્રવ્યઅધિકરણ ભાવની નિષ્પત્તિના કારણભૂત ક્રિયાઓ સ્વરૂપ છે અને શસ્ત્રાદિ સ્વરૂપ છે. તેના દ્વારા આત્મામાં જે મલિનભાવો થાય છે, તે જીવઅધિકરણસ્વરૂપ છે. ભાવઅધિકરણના કારણભૂત ક્રિયાઓ કે શસ્ત્રો અજીવઅધિકરણસ્વરૂપ છે. જોકે ભાવઅધિકરણમાં કષાયકૃત કાયસંરંભાદિ કહેલ છે તોપણ ત્યાં મુખ્ય તે-તે પ્રકારની ક્રિયાકાળમાં વર્તતા કષાયકૃત ભાવો જ છે. તે ભાવોનો પરસ્પર ભેદ કરવા માટે સંરંભ, સમારંભ, આરંભ વગેરે ભેદ પાડેલ છે. તેથી જીવદ્રવ્યમાં વર્તતા કર્મબંધને અનુકૂળ ભાવો એ ભાવઅધિકરણરૂપ છે, જે જીવઅધિકરણરૂપ છે. ભાવોની નિષ્પત્તિને અનુકૂળ મન-વચન-કાયાની છેદન-ભેદન આદિની ક્રિયાઓ તે સર્વ પુદ્ગલની હોવાથી અજીવઅધિકરણરૂપ છે અને ભાવઅધિકરણના કારણભૂત હોવાથી દ્રવ્યઅધિકરણ છે. II/૮
ભાષ્ય :
તંત્ર -
ભાષ્યાર્થ:
ત્યાં જીવ-અજીવરૂપ અધિકરણમાં – સૂત્ર :
आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ।।६/९।। સૂત્રાર્થ :
આધ-જીવરૂપ અધિકરણ, સંરંભ-સમારંભ અને આરંભ, યોગ-કૃત-કારિત-અનુમત, કષાયના વિશેષથી એક એક સંરંભ-સમારંભ અને આરંભ ત્રણેમાંથી એક એક, યોગથી ત્રણ પ્રકારે છે, કૃતથી ત્રણ પ્રકારે છે, કારિતથી ત્રણ પ્રકારે છે, અનુમતથી ત્રણ પ્રકારે છે અને કષાયથી ચાર પ્રકારે છે. (આનાથી કુલ ભેદ ૧૦૮ પ્રાપ્ત થશે.) I/II.
ભાષ્ય :
आद्यमिति सूत्रक्रमप्रामाण्याज्जीवाधिकरणमाह । तत् समासतस्त्रिविधम् - संरम्भः १, समारम्भः