________________
૯૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૮ આ ઉભય દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ એ ઉભય, જીવઅધિકરણ અને અજીવઅધિકરણ બે રૂપે છે. lig/૮ ભાવાર્થ
આત્મા કર્મબંધનો અધિકારી જેનાથી થાય તે અધિકરણ કહેવાય. આ અધિકરણ બે ભેદવાળું છે : (૧) દ્રવ્યઅધિકરણ (૨) ભાવઅધિકરણ.
દ્રવ્યઅધિકરણ એટલે દ્રવ્ય એવી ક્રિયા જેના દ્વારા જીવ કર્મબંધનો અધિકારી થાય છે. આવી છેદનભેદન આદિ ક્રિયા દ્રવ્યઅધિકરણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ કાયાથી છેદન-ભેદન આદિ ક્રિયાઓ કરતો હોય તેના કારણે તેને જે મલિન પરિણામાં થાય છે તેનાથી તે કર્મને બાંધે છે. આથી જ સાધુ યતનાપૂર્વક શાસ્ત્રમર્યાદા અનુસાર નદી ઊતરતા હોય ત્યારે તેમની કાયાથી જીવોની હિંસા થાય છે, તેથી તે હિંસાની ક્રિયારૂપ દ્રવ્યઅધિકરણ ત્યાં વિદ્યમાન છે તોપણ અંતરંગ રીતે જિનવચનાનુસાર ઉપયોગ હોવાને કારણે ભાવઅધિકરણની પ્રાપ્તિ નહીં હોવાથી હિંસાકૃત કર્મબંધની પ્રાપ્તિ નથી.
આનાથી એ ફલિત થાય કે બીજા જીવોને પીડા થાય તેવી કોઈપણ ક્રિયા હોય તે દ્રવ્યઅધિકરણ છે. અને તે અધિકરણ દ્વારા ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી દ્રવ્યઅધિકરણ ભાવઅધિકરણ દ્વારા કર્મબંધનું કારણ છે.
વળી દશ પ્રકારનાં શસ્ત્રો એ પણ દ્રવ્યઅધિકરણ છે; કેમ કે તે શસ્ત્રના બળથી જીવ આરંભ-સમારંભ કરીને ભાવઅધિકરણની પ્રાપ્તિ કરે છે. ભાવઅધિકરણની પ્રાપ્તિ પ્રત્યે દશવિધ શસ્ત્ર કારણ છે, તેથી શસ્ત્ર દ્રવ્યઅધિકરણ છે.
જોકે શસ્ત્રનો ઉપયોગ કરનારા જીવોને પ્રાયઃ તેને અનુરૂપ ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય છે અને કર્મબંધ પણ થાય છે; છતાં સાધ્વીજીના શીલના રક્ષણ અર્થે પ. પૂ. આ. શ્રી કાલિકાચાર્ય ભગવંતે યુદ્ધ કર્યું ત્યારે સાધ્વીજીના શીલરક્ષણનો વિશુદ્ધ પરિણામ હતો, તેથી તે શસ્ત્રોરૂપ દ્રવ્યઅધિકરણ પણ ભાવઅધિકરણની પ્રાપ્તિ દ્વારા કર્મબંધનાં કારણ બન્યાં નહીં.
ભાવઅધિકરણ ૧૦૮ ભેદવાળું છે, જેનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રી આગળના સૂત્રમાં કરે છે. આ દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ જીવઅધિકરણ અને અજીવઅધિકરણ એમ બે સ્વરૂપવાળું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે છેદન-ભેદનાદિ ક્રિયા અને દશ પ્રકારના શસ્ત્રરૂપ જે અધિકરણ છે તે અજીવઅધિકરણ છે. જેને ગ્રંથકારશ્રીએ સૂત્ર-૧૦માં વિશેષરૂપે સ્પષ્ટ કરેલ છે.
ભાવઅધિકરણ એ જીવઅધિકરણરૂપ છે, જેને ગ્રંથકારશ્રીએ સૂત્ર-૯માં સ્પષ્ટ કરેલ છે. અહીં વિશેષ એ છે કે સાધ્વીજીના શીલરક્ષણ અર્થે કાલિકાચાર્યે યુદ્ધ કર્યું તે વખતે શસ્ત્રના પ્રયોગથી યુદ્ધ કર્યું તેથી શસ્ત્રરૂપ અજીવ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ હતી અને યુદ્ધમાં જીવોની હિંસા કરી તે છેદનભેદનરૂપ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ હતી. પરંતુ અંતરંગ પરિણામ સાધ્વીના શીલરક્ષણનો હોવાથી