________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬] સ્વહસ્તથી જીવને મારે તે જીવસ્વાહસ્તિકીક્રિયા છે. વળી જીવ તલવાર આદિ સ્વરૂપ અજીવથી કોઈને મારે તે અજીવસ્વાહસ્તિક ક્રિયા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ પોતાના સ્વાર્થ માટે આરંભ-સમારંભ કરે છે ત્યારે પોતાના હાથે પૃથ્વીકાયાદિનો કે ત્રસાદિનો આરંભ કરે છે તેમાં જે જીવોનો વિનાશ થાય છે તે જીવસ્વાહસ્તિકીક્રિયા છે અને કોઈ સાધન દ્વારા જીવોનુ ઉપમર્દન કરે તે અજવસ્વાહસ્તિકીક્રિયા છે. (૧૭) નિસર્ગક્રિયા -
નિસર્ગક્રિયા બે પ્રકારની છે : જીવના વિષયમાં અને અજીવના વિષયમાં. કોઈ વ્યક્તિ પોતાના પુત્રનો કે શિષ્યનો ત્યાગ કરે તે જીવ વિષયક નિસર્ગક્રિયા છે અને કોઈ સાધુ સૂત્રની મર્યાદાશૂન્ય વસ્ત્રનો કે પાત્રનો ત્યાગ કરે તે અજીવ વિષયક નિસર્ગક્રિયા છે. આ રીતે નિસર્ગ કરવાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે; કેમ કે જિનવચનાનુસાર વિધિના અવલંબન વિના કરાયેલી પ્રવૃત્તિ કષાયવૃદ્ધિનું કારણ બને છે. (૧૮) વિદારણકિયા -
વિદારણિકીક્રિયા બે પ્રકારની છે : જીવવિદારણિકીક્રિયા અને અજીવવિદારણિક ક્રિયા. જીવોને નાશ કરે તે જીવવિદારણિકીક્રિયા છે અને અજીવ એવા ઘટાદિ વગેરેનો નાશ કરે તે અજીવવિદારણિકીક્રિયા છે. આ પ્રકારની પ્રવૃત્તિના કાળમાં જે પ્રકારનો ક્લિષ્ટભાવ થાય તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવ થાય. (૧૯) આનયનક્રિયા -
જીવને કે અજીવને બીજા દ્વારા લાવવાની ક્રિયા તે આનયનક્રિયા છે. આનયનક્રિયા બે પ્રકારની છે : (૧) જીવન નિકીક્રિયા અને (૨) અજીવનયનિકીક્રિયા. કોઈ જીવંત વ્યક્તિને બોલાવવા માટે કોઈકને કહેવું તે જીવઆનયનિકીક્રિયા છે અને કોઈ અજીવ વસ્તુ લઈ આવવા કોઈને કહેવું તે અજીવઆનયનિકીક્રિયા છે. આનયનિકી ક્રિયાના કાળમાં જે પ્રકારના આરંભ-સમારંભનો સંભવ હોય તે આરંભ સમારંભ પ્રત્યે જેટલા અંશમાં ઉપેક્ષાના પરિણામ હોય તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૨૦) અનવકાંક્ષક્રિયા :
અનવકાંક્ષક્રિયા આલોક સંબંધી અને પરલોક સંબંધી બે પ્રકારની છે. આલોકમાં લોકવિરુદ્ધ એવા ચોરી આદિ કરવાથી આલોકમાં જ અનર્થોની પ્રાપ્તિ છે, તેની વિચારણા કર્યા વગર તે પ્રકારની પ્રવૃત્તિ કરનારને આલોકઅનવકાંક્ષિકીક્રિયાની પ્રાપ્તિ થાય છે. પોતાની ક્રિયાના પરલોકના ફળની વિચારણા કર્યા વગર જે ક્રિયા કરતા હોય તે પરલોકઅનવકાંક્ષિકીક્રિયા કહેવાય. આ ક્રિયામાં અધ્યવસાય જેટલા તીવ્ર કે મંદ હોય તે અનુસાર આલોક કે પરલોકના અનર્થ પ્રત્યેની ઉપેક્ષા છે તથા તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૨૧) આરંભજિયા :
આરંભક્રિયા બે પ્રકારની છે : જીવ વિષયક આરંભ અને અજીવ વિષયક આરંભ. જે ક્રિયા કરવાથી,