________________
૮૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૬ છે. વળી, શ્રાવક સ્થૂલથી પણ ચોરીનો પરિહાર કરે છે તેઓને તેટલા અંશથી સ્તેયરૂપ અવ્રતના આશ્રવનો નિરોધ છે.
જે સાધુ બ્રહ્મગુપ્તિની નવ વાડોનું પાલન કરે છે તેઓ બ્રહ્મવ્રતવાળા છે. જેઓ તે પ્રકારે બ્રહ્મવ્રતનું પાલન કરતા નથી તેઓને અબ્રહ્મ નામના ચોથા અવ્રતરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. જે શ્રાવકો બ્રહ્મચર્યના અર્થી છે અને સ્વશક્તિ અનુસાર દેશથી બ્રહ્મવ્રતનું પાલન કરે છે તેઓને તેટલા અંશથી અબ્રહ્મરૂપ અવ્રતનો સાંપરાયિક આશ્રવનો નિરોધ થાય છે.
જે સાધુ સર્વ બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને માત્ર ધર્મના ઉ૫ક૨ણરૂપે દેહને તથા વસ્ત્રપાત્ર આદિને ધારણ કરે છે પરંતુ ધર્મના ઉ૫ક૨ણરૂપ દેહમાં કે વસ્ત્ર આદિમાં મમત્વને ધારણ કરતા નથી, પરંતુ વસ્ત્રાદિના બળથી સમભાવના પરિણામની વૃદ્ધિ કરીને નિગ્રંથભાવની જ વૃદ્ધિ કરે છે, તેઓ અપરિગ્રહવ્રતવાળા છે. જેઓએ તે પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર્યો નથી તેઓને પરિગ્રહરૂપ અવ્રતસ્કૃત સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. વળી, જે શ્રાવક સર્વથા અપરિગ્રહવ્રતના અત્યંત અર્થી છે અને તેની પ્રાપ્તિ અર્થે સ્વભૂમિકાનુસાર પરિગ્રહનું દેશથી પરિમાણ કરે છે અને સદા અપરિગ્રહભાવનાથી આત્માને ભાવિત કરે છે, તેઓને પણ દેશથી પરિગ્રહ નામના અવ્રતના આશ્રવનો નિરોધ થાય છે.
આ પાંચ મહાવ્રતોને સૂક્ષ્મબુદ્ધિથી જોવામાં આવે તો આત્માના સર્વ પ્રકારની ઇચ્છાના શમનને અનુકૂળ વ્યાપારરૂપ અનિચ્છાભાવરૂપ અહિંસા નામના પ્રથમ મહાવ્રતમાં બાકીનાં ચારેય મહાવ્રતો અંતર્ભાવ પામે છે, તોપણ અહિંસા મહાવ્રતની વાડરૂપે બાકીનાં ચાર મહાવ્રત છે તે પ્રકારનો બોધ કરાવવા અર્થે અહિંસાથી પૃથરૂપે બતાવાયેલાં છે. તેથી પ્રાજ્ઞ પુરુષો એક અહિંસા મહાવ્રતથી તેના અંગભૂત બાકીનાં મહાવ્રતોને તેમાં જ અંતર્ભાવ પામેલાં જોઈ શકે છે. તેથી તે સર્વ ઉદ્યમથી પોતાના ભાવપ્રાણના રક્ષણ અર્થે આત્માના સમભાવના પરિણામમાં દૃઢ રાગ ધારણ કરીને સર્વ મહાવ્રતોનું પાલન કરે છે. તે વખતે જેમ અહિંસા મહાવ્રતમાં બાકીના ચાર મહાવ્રતો અંતર્ભાવ પામે છે તેમ કષાયાદિ બાકીનાં સાંપ૨ાયિક આશ્રવો પણ તે મહાવ્રતના પાલનથી જ તિરોધાન પામે છે; તોપણ વિશેષ બોધ ક૨વા અર્થે પ્રથમ મહાવ્રતથી ચાર મહાવ્રતો પૃથક્ બતાવ્યાં, અને તેના બોધની પ્રાપ્તિ અર્થે તે મહાવ્રતોથી વિપરીત અવ્રતના પાંચ પ્રકાર બતાવ્યા. તે રીતે પાંચ પ્રકારનાં અવ્રતોથી કષાયોને પણ પૃથક્ બતાવાયેલા છે.
વળી, ક્રોધ, માન, માયા, લોભ એ રૂપ ચાર કષાયોમાં અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના ભેદથી કષાયોના કુલ સોળ ભેદોની પ્રાપ્તિ છે, તોપણ ભાષ્યકારશ્રીએ ક્રોધાદિ ચાર ભેદોની જ વિવક્ષા કરી છે. તેથી જે જીવ સંસારના બાહ્ય પદાર્થોમાં ઉપયોગવાળા હોય છે ત્યારે ક્રોધ, માન, માયા, લોભમાંથી કોઈ એકના ઉપયોગવાળા હોય છે અને તે ઉપયોગ અનુસાર તેઓને સાંપ૨ાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. જ્યારે કોઈક રીતે મધ્યસ્થભાવથી તત્ત્વને સન્મુખ ઉપયોગવાળો જીવ થાય છે ત્યારે તેના ક્રોધ આદિ ચાર કષાયો પણ ક્ષયોપશમભાવને અભિમુખ બને છે તે કષાયોથી સાંપરાયિક આશ્રવના ઉન્મૂલનને અનુકૂળ