________________
૭૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૬ / સૂત્ર-૧ ભાષાયોગ્ય પુદ્ગલ અને આત્મપ્રદેશનો પરિણામ વાગ્યોગ છે. મનોયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ મનોયોગ છે. તે=યોગ, એકેક=કાયાદિ ત્રણ યોગમાંથી દરેક, બે પ્રકારનો છે – શુભ અને અશુભ. ત્યાં=શુભઅશુભયોગમાં, હિંસા, સ્તેય, અબ્રહ્માદિ કાયિક અશુભયોગ છે. સાવધ-અવૃત-પરુષ-પિશુનાદિ વાચિક અશુભયોગ છે. અભિધ્યા, વ્યાપાદ, ઈર્ષ્યા, અસૂયાદિ માનસ અશુભયોગ છે. આનાથીeત્રણ પ્રકારના અશુભયોગથી વિપરીત શુભયોગ છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૬/૧ ભાવાર્થ:
કાયાને અવલંબીને આત્મપ્રદેશોમાં થતી ક્રિયા તે કાયા અને આત્મા ઉભયનો પરિણામ હોવાથી કાયયોગ છે. કાયાથી બે પ્રકારનો યોગ થાય છે : શુભ અને અશુભ. તેમાં કોઈક જીવ કાયાને અવલંબીને પૃથ્વીકાયાદિ કે ત્રસાદિ જીવની હિંસા કરે અથવા અયતનાપૂર્વક ગમનક્રિયા કરે ત્યારે કાયાનો અશુભયોગ વર્તે છે. જોકે તે વખતે મને પણ તે પ્રકારની પરિણતિવાળું હોય તો પણ તે પરિણામમાં કાયા પ્રધાન છે, તેથી કાયયોગ અશુભ છે, તેમ કહેવાય છે. કાયાથી કોઈની વસ્તુ ગ્રહણ કરે ત્યારે તેય નામનો કાયિક અશુભયોગ વર્તે છે. આથી જ ગૃહસ્થ પૃથ્વીકાયાદિના શરીરો ગ્રહણ કરે ત્યારે જીવઅદત્તરૂપ સ્ટેય નામનો અશુભયોગ પ્રાપ્ત થાય છે. તેથી વ્રતધારી શ્રાવક પણ ચાર પ્રકારના અદત્તનો ત્યાગ કરી શકતો નથી, પરંતુ સ્થૂલથી પરની માલિકીવાળી વસ્તુના ગ્રહણનો ત્યાગ કરે છે, તો પણ પૃથ્વીકાયાદિના શરીરોનો પોતાના શાતાદિ અર્થે ગ્રહણ કરવાના પરિણામથી યુક્ત તેનો કાયયોગ હોવાથી અશુભયોગ વર્તે છે. વળી, તે વખતે જ યતનાના પરિણામથી યુક્ત હોય તો તે અંશથી શુભયોગ પણ બને છે. આથી જ સુસાધુ નદી યતનાપૂર્વક ઊતરતા હોય ત્યારે કાયાથી હિંસા હોવા છતાં યતનાના અંશથી શુભયોગ વર્તે છે, એમ કહેવાય છે. વળી અબ્રહ્મની પ્રવૃત્તિ કે પરિગ્રહની પ્રવૃત્તિ કાયિક અશુભયોગ છે આથી જ કાયા પ્રત્યે જેમને મમત્વ છે તેઓને કાયા પણ પરિગ્રહ હોવાથી કાયિક અશુભયોગ પ્રવર્તે છે; ફક્ત કાયા પ્રત્યેના મમત્વથી કે ધનાદિના મમત્વથી કાયયોગમાં પ્રવૃત્તિ હોય ત્યારે અશુભયોગ વર્તે છે. આથી જ સંપૂર્ણ કાયિક અશુભયોગનો પરિહાર સર્વ ભાવો પ્રત્યે નિર્મમ મુનિ કરી શકે છે.
વળી સાવઘવચન અશુભ વાગ્યોગ છે. આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપાર સિવાયનાં સર્વ વચનો સાવદ્યયોગ હોવાથી વાચિક અશુભયોગ છે. આત્મકલ્યાણ અર્થે ઉચિત સંભાષણ કરતા સમયે પણ મુહપત્તિ આદિ દ્વારા મુખના આચ્છાદન વગર બોલવામાં આવે તો વાચિક અશુભયોગ છે. વળી કોઈ વ્યક્તિ સાવદ્યભાષા ન બોલતો હોય પરંતુ અમૃતભાષા બોલે તોપણ વાચિક અશુભયોગ છે. સાવદ્યપ્રવૃત્તિનું કારણ ન હોય તેવું વિપરીત વચન અમૃતભાષણ હોવાથી અશુભ વાગ્યોગ છે. વળી સાવદ્યભાષા પણ ન હોય અને જૂઠ પણ ન હોય એવું પદાર્થનું યથાર્થ પ્રરૂપણ પણ જો કઠોર વચનથી કરાયું હોય તો તે પણ અશુભવાચિક