________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૩, ૪
૮૧
કષાયના સંશ્લેષવાળો હોય ત્યારે પણ કોઈક નિમિત્તે શુભયોગરૂપ વર્તતો હોય તો તે શુભયોગ પુણ્યનો આશ્રવ બને છે. જે જીવોમાં વિપર્યાસનું પ્રાચર્ય છે તે જીવોનું પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે તે પુણ્યના ઉદયના ઉન્માદથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. જેમ ઉપમિતિમાં નંદીવર્ધનકુમાર પૂર્વના હાથીના ભવમાં દાવાનળને જોઈને પોતાની સુરક્ષા અર્થે ઉચિત સ્થાનમાં જવા દોડે છે અને વચમાં ખાડામાં પડે છે ત્યારે પોતાની હાથણીઓની ઉપેક્ષા કરીને આ રીતે જતા મારા જેવાને આ પ્રકારની અવસ્થાની પ્રાપ્તિ ઉચિત જ છે એ પ્રકારે શુભયોગ થયો, જેથી પુણ્યના આશ્રવની પ્રાપ્તિ થઈ; તોપણ વિપર્યાસની પ્રચુરતાને કારણે મનુષ્યભવને પામીને મહાપુણ્યશાળી રાજવી થવા છતાં ઉત્તરના ભવમાં નરકની પ્રાપ્તિ થાય તેવાં પાપોનું તે ભવમાં આસેવન કર્યું.
વળી મેઘકુમારના હાથીના જીવે સસલાની દયા કરી ત્યારે પણ શુભયોગને કારણે પુણ્યના આશ્રવની પ્રાપ્તિ થઈ, આમ છતાં મિથ્યાત્વ મંદ હોવાના કારણે ઉત્તરના ભવમાં રાજકુળમાં જન્મ્યા પછી વીરપ્રભુની દેશના સાંભળીને સંયમનો પરિણામ થયો.
સ્વભૂમિકાનુસાર મધ્યસ્થ પરિણતિરૂપ પુણ્યનો આશ્રવ થવા છતાં દૃઢવિપર્યાસકાળમાં થયેલો પુણ્યનો આશ્રવ જ પાપાનુબંધી બને છે અને મિથ્યાત્વની મંદતાકાલે કાંઈક અંશે પુણ્યાનુબંધી બને છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અત્યંત પુણ્યાનુબંધી પુણ્ય બને છે. II૬/૩/
સૂત્ર ઃ
સૂત્રાર્થ
:
અશુભઃ પાપ ।।૬/૪ા
અશુભ=અશુભયોગ, પાપનો=પાપનો આશ્રવ છે. ।।૬/૪
ભાષ્ય -
तत्र सद्वेद्यादि पुण्यं वक्ष्यते शेषं पापमिति ।।६/४।।
ભાષ્યાર્થ :
પાપમિતિ ।। ત્યાં=પુણ્ય અને પાપરૂપ આશ્રવમાં, સવેદ્યાદિ પુણ્ય કહેવાય છે. શેષ
તંત્ર ... પાપ છે.
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૪
ભાવાર્થ:
જેઓ શુભયોગમાં નથી અને દઢ વિપર્યાસવાળા છે તેઓ અશુભયોગ દ્વારા પાપ અર્જન કરીને વિપર્યાસની બુદ્ધિને કારણે પાપાનુબંધીપાપ બાંધે છે. જેઓમાં વિપર્યાસ મંદ થઈ ગયેલો છે કે વિપર્યાસ નાશ પામેલો છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો કે સુસાધુ પણ જ્યારે જ્યારે પ્રમાદવાળા હોય છે ત્યારે ત્યારે તેમને અશુભયોગ પ્રવર્તે