________________
૮૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪, ૫ છે, જેના કારણે તેમને પણ પાપ બંધાય છે છતાં વિપર્યાસનો અભાવ હોવાને કારણે પાપ સાનુબંધ થતું નથી. II/૪ અવતરણિકા -
પૂર્વનાં સૂત્રો પ્રમાણે મન, વચન અને કાયાની ક્રિયા આશ્રવરૂપ છે. તેમાં મન, વચન, કાયાની શુભ ક્રિયા શુભ એવા પુણ્યના આશ્રવરૂપ છે અને મન, વચન, કાયાની અશુભ ક્રિયા અશુભ એવા પાપના આશ્રવરૂપ છે તેમ ફલિત થયું. તે આશ્રવમાં મિથ્યાત્વાદિ ભાવીકૃત જે ભેદ છે તેનો બોધ કરાવવા અર્થે કહે છે – સૂત્ર :
- સવાયાષાઃ સાપરાથિયોપાદ/પા સૂત્રાર્થ :
કષાયવાળા અને અકષાયવાળા જીવોને સાંપરાયિકનો અને ઈર્યાપથનો આશ્રવ થાય છે. II૬/પા.
ભાષ્ય :
स एष त्रिविधोऽपि योगः सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोरास्रवो भवति, यथासङ्ख्यं यथासम्भवं च सकषायस्य योगः साम्परायिकस्य, अकषायस्येर्यापथस्यैवैकसमयस्थितेः ।।६/५।। ભાષ્યાર્થ :
સ . સનેસ્થિતૈઃ | તે આ પૂર્વમાં વર્ણન કર્યું તે આ, ત્રિવિધ પણ યોગ કષાયવાળા અને અકષાયવાળા જીવોનો સાંપરાયિક અને ઈર્યાપથનો યથાસંખ્ય યથાક્રમ=કષાયના ઉપયોગવાળા જીવોને સાંપરાધિક આશ્રવ અને અકષાયના ઉપયોગવાળા જીવોને ઈર્યાપથ આશ્રવ થાય છે. અને યથાસંભવ=જેને જે પ્રકારે અલ્પ-અધિકનો સંભવ છે તે પ્રકારે યથાસંભવ=કષાયવાળા જીવોને અનંતાનુબંધી આદિ કષાયના ઉદયની અપેક્ષાએ યથાસંભવ સાંપરાધિક આશ્રવ થાય છે અને કષાયવાળા પણ જીવોને અકષાયના ઉપયોગકાળમાં જે પ્રકારે અનંતાનુબંધી આદિ કષાયનો ક્ષયોપશમ આદિ હોય તે પ્રકારે યથાસંભવ ઈર્યાપથનો આશ્રવ થાય છે. સકષાય જીવતો યોગ સાંપરાયિકનો આશ્રવ છે અને અકષાયવાળાનો ઈર્યાપથનો જ આશ્રવ છે; કેમ કે એક સમયની સ્થિતિ છે. I૬૫iા. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે મન, વચન અને કાયાની ક્રિયા આશ્રવરૂપ છે. તેમાં મન, વચન અને કાયાના શુભ યોગો પુણ્યકર્મના આશ્રવ છે અને મન, વચન, કાયાના અશુભ યોગો પાપકર્મના આશ્રવ છે. તેથી હવે શુભ