________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧, ૨
૭૯
વળી કોઈ મહાત્મા વિચારે કે અજ્ઞાનને વશ આ જીવ અનુચિત પ્રવૃત્તિ કરીને પોતાનું અહિત કરે છે તેથી હું શું કરું કે જેથી એની અજ્ઞાનતા દૂર થાય ? આ પ્રકારનું ચિંતવન અભિધ્યારૂપ અશુભ માનસ વ્યાપારથી વિપરીત શુભ ચિંતનાત્મક હોવાથી શુભ માનસયોગ છે. વળી કોઈ મહાત્માને કોઈની અનુચિત પ્રવૃત્તિને જોઈને વિચાર આવે કે આની અનુચિત પ્રવૃત્તિનું નિવારણ તેના ગુરુ આદિથી થાય તે અર્થે હું ઉચિત વિવેકપૂર્વક તેમને કહ્યું તેથી આ મહાત્મા અનુચિત પ્રવૃત્તિ કરીને પોતાનો વિનાશ કરે નહીં. આ પ્રકારનું ચિંતવન વ્યાપાદથી વિપરીત શુભ માનસયોગ છે.
વળી કોઈના ગુણોને જોઈને તેના પ્રત્યે પ્રમોદભાવ થાય તે ઇર્ષ્યાથી વિપરીત એવો શુભ મનોવ્યાપાર છે. વળી કોઈ મહાત્મા સંયમ સારું પાળતા ન હોય છતાં પોતે સુસંયમી છે તેમ બતાવતા હોય તેઓના તે વર્તનને જોઈને અસૂયા થાય તે અશુભયોગ છે. જે મહાત્માઓ કર્મની સ્થિતિનું આલોચન કરીને તેવા મહાત્માઓ પ્રત્યે પણ અસૂયાથી વિપરીત ઉપેક્ષાનો ભાવ કરે કે તેઓના હિત ક૨વાને અનુકૂળ હું શું કરું ? તેનો વિચાર કરે તે સર્વ અસૂયાથી વિપરીત શુભ મનોયોગ છે.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય નિમિત્તો પ્રમાણે મન-વચન અને કાયાના યોગોને પ્રવર્તાવવામાં આવે ત્યારે પ્રાયઃ અશુભયોગો પ્રાપ્ત થાય છે. અને બાહ્ય નિમિત્તને પ્રાપ્ત કરીને પણ પોતાને શું ક૨વું ઉચિત છે ? કે જેથી સ્વ-૫૨નું હિત થાય, એ પ્રકારના પરિણામપૂર્વક મન-વચન અને કાયાની પ્રવૃત્તિ ક૨વામાં આવે તો પ્રાયઃ શુભયોગની પ્રાપ્તિ થાય છે. ૬/૧II
સૂત્રઃ
સ આસવઃ ૬/૨।।
સૂત્રાર્થ
--
તે આશ્રવ છે=સૂત્ર-૧માં કહેલ કાયાના, વચનના અને મનના વ્યાપારરૂપ યોગ આશ્રવ છે. II૬/૨/
ભાષ્ય :
स एष त्रिविधोऽपि योग आस्त्रवसंज्ञो भवति, शुभाशुभयोः कर्मणोरास्त्रवणादास्त्रवः, सरसः સતિભાવાદિનિર્વાદિસ્રોતોવત્ ।।૬/૨।।
ભાષ્યાર્થ :
H.....
સનિભાવાદિનિર્વાદિસ્ત્રોતોવત્ ।। તે આ ત્રિવિધ પણ યોગ આશ્રવ સંજ્ઞાવાળો છે. શુભઅશુભ કર્મોનું આસ્રવણ હોવાથી આસ્રવ છે. જેમ સરોવરના પાણીને અંદર લાવનાર કે બહાર કાઢનાર સ્રોત=નળિકા, પાણીનું આસ્રવણ કરે છે.
૬/૨