________________
૭૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૪૪ આત્મા રૂપી હોવા છતાં શુદ્ધ જીવદ્રવ્યની અપેક્ષાએ અરૂપી છે. આ અરૂપી આત્મા પુદ્ગલદ્રવ્ય સાથે સંબંધવાળો હોવાથી મન-વચન-કાયાને અવલંબીને યોગની પ્રવૃત્તિ કરે છે તે યોગનો પરિણામ આદિમાન છે; કેમ કે તે તે સમયે તે તે યોગનો પરિણામ થાય છે. અને તે યોગનાં અવાંતર ૧૫ ભેદો છે. વળી આત્માનો મતિજ્ઞાન આદિનો ઉપયોગ પણ ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન પ્રવર્તે છે તેથી ઉપયોગનો પરિણામ પણ આદિમાન છે. અને તે જ્ઞાન-દર્શનના ઉપયોગોનાં અવાંતર ૧૨ ભેદો છે. પ/૪
પાંચમો અધ્યાય સમાપ્ત