________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫સૂત્ર-૪૩, ૪૪
-
૭૨
ભાષ્યાર્થ:
રૂપિs.... અરિનલિિિત ll રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ છે અને તે સ્પર્શ પરિણામાદિ અનેક પ્રકારનો છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૪૩. ભાવાર્થ - પુગલદ્રવ્યોમાં સ્પર્શનો પરિણામ ક્યારેક સ્નિગ્ધરૂપે, ક્યારેક રૂક્ષરૂપે તો ક્યારેક અન્ય-અન્યરૂપે થાય છે. સ્નિગ્ધપુદ્ગલ રૂક્ષ બને છે તેથી તે રૂક્ષપુદ્ગલ આદિમાન કહેવાય છે, તેવી રીતે રૂક્ષપુદ્ગલ અન્ય અન્યરૂપે પરિણામ પામે છે ત્યારે તે અન્ય અન્ય રૂપ પરિણામ આદિમાન થાય છે. એ જ રીતે પરમાણુમાં વર્તતા રૂપ આદિ પરિણામ પણ ક્યારેક શ્વેતરૂપે તો ક્યારેક અન્યરૂપે પણ થાય છે તેથી રૂપીદ્રવ્યનો પરિણામ સદા આદિમાન છે. IFપ/૪૩ સૂત્રઃ
योगोपयोगी जीवेषु ।।५/४४।। સૂત્રાર્થ:
યોગ અને ઉપયોગ જીવોમાં આદિમાન પરિણામ છે. પ/૪૪ ભાષ્ય -
जीवेष्वरूपिष्वपि सत्सु योगोपयोगी परिणामावादिमन्तौ भवतः, स च पञ्चदशविधः, स च द्वादशविधः, तत्रोपयोगः पूर्वोक्तः, योगस्तु परस्ताद् वक्ष्यते ।।५/४४।।
इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे पञ्चमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થઃ
નવેમ્બરૂપિદ્ધgિ.... પરસ્તાદસ્યતે | જીવો અરૂપી હોવા છતાં પણ યોગ અને ઉપયોગ પરિણામો આદિવાળા છે. અને તે યોગ, પંદર ભેટવાળો છે અને તેaઉપયોગ, બાર ભેજવાળો છે. ત્યાં યોગ અને ઉપયોગમાં, ઉપયોગ પૂર્વમાં કહેવાયો. વળી યોગ આગળમાં કહેવાશે. પ/૪૪
આ પ્રમાણે તવાથધિગમસૂત્ર નામના અહમ્ પ્રવચનસંગ્રહમાં પાંચમો અધ્યાય સમાપ્ત થયો છે ભાવાર્થ:
અરૂપી એવો આત્મા સિદ્ધઅવસ્થામાં છે, તે સિદ્ધઅવસ્થામાં આત્માનો પરિણામ શાશ્વત છે; પરંતુ સંસારીઅવસ્થામાં કર્મથી યુક્ત આત્મા છે તેથી સર્વથા અરૂપી નથી. પુદ્ગલદ્રવ્યના સંબંધની અપેક્ષાએ