________________
૭૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૪૧, ૪૨ બંધમાં સમ અને અધિક પુદ્ગલો પારિણામિક છે” (સૂત્ર-૩૬) એ પ્રમાણે કહેવાયું ત્યાં પરિણામ શું છે?
ત્તિ' શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર :
तद्भावः परिणामः ।।५/४१।। સૂત્રાર્થ -
તેનો ભાવ દ્રવ્ય કે ગુણનો ભાવ, એ પરિણામ છે. I૫/૪૧II ભાષ્ય :
धर्मादीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभावः स्वतत्त्वं परिणामः ।।५/४१।। ભાષ્યા :
ઘીનાં ....... રિમઃ | ધર્માદિ પાંચ દ્રવ્યનો સ્વભાવ અને યથોક્ત એવા ગુણોનોકસૂત્ર-૪૦માં બતાવ્યા એ ગુણોનો સ્વભાવ, સ્વતત્વ એ પરિણામ છે. i1પ/૪૧II ભાવાર્થ :
ધર્માસ્તિકાયદ્રવ્યનો ગતિમાં સહાય કરવાનો જે સ્વભાવ છે તે ધર્માસ્તિકાયનું સ્વતત્ત્વ છે, તે ધર્માસ્તિકાયદ્રવ્યનો પરિણામ છે. આ રીતે અધર્માસ્તિકાયદ્રવ્યનો સ્થિતિમાં સહાય કરવાનો સ્વભાવ છે તે અધર્માસ્તિકાયનો પરિણામ છે. આ જ રીતે આકાશાસ્તિકાયનો પોતાનાથી અન્ય દ્રવ્યને અવગાહના આપવાનો જે સ્વભાવ છે તે આકાશાસ્તિકાયનો પરિણામ છે. તેમ જીવદ્રવ્યનો શેયને જાણવાનો જ્ઞાનસ્વભાવ છે તે જીવનું સ્વતત્ત્વ છે તે જીવનો પરિણામ છે. અને પુદ્ગલાસ્તિકાયનો સ્કંધરૂપે ઉત્પન્ન થવું અને સ્કંધથી છૂટા પડવું એ રૂપ જે સ્વભાવ છે તે પગલાસ્તિકાયનો પરિણામ છે.
વળી ગુણોનો સ્વભાવ છે – ગુણોનું સ્વતત્ત્વ છે તે ગુણોનો પરિણામ છે. જેમ આત્માનો જ્ઞાનગુણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાનરૂપે પરિણમન પામે છે તે રીતે પુગલમાં રૂપ-રસ આદિ ગુણો છે. પુદ્ગલનો રૂપગુણ ક્યારેક શ્વેત પરિણામરૂપે તો ક્યારેક અન્ય અન્ય રૂપ રૂપે પરિણામ પામે છે. તે સર્વ રૂપગુણના પરિણામ છે. એ રીતે જ પુદ્ગલનો સ્પર્શગુણ ક્યારેક સ્નિગ્ધ, તો ક્યારેક રૂક્ષ, તો ક્યારેક અન્યરૂપે પરિણામ પામે છે, તે સર્વ પરિણામ પુદ્ગલના સ્પર્શગુણનો છે. આપણા
ભાષ્ય :
સદ્ધિવિ: –