________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / -૩૮, ૩૯
શું કહે છે? તેથી કહે છે – કાલ પણ દ્રવ્ય છે. ‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૮ સૂત્ર :
સોડનત્તસમયઃ સાપ/રૂા સૂત્રાર્થઃ
તે કાલ, અનંત સમય છે. પ/૩૯ll ભાષ્ય :
स चैष कालोऽनन्तसमयः, तत्रैक एव वर्तमानसमयः, अतीतानागतयोस्त्वानन्त्यम् ।।५/३९।। ભાષ્યાર્થ:
સ .... આનન્યમ્ ! અને તે આ પૂર્વસૂત્રમાં કહ્યું તે આ, કાલ અનંત સમય આત્મક છે. તેમાં= કાલ અનંત સમય આત્મક કહ્યો તેમાં, એક જ વર્તમાન સમય છે અને અતીત-અનાગતનું આમંત્ય છે=અતીત-અનાગત સમયનું અનંતપણું છે. પ/૩૯ ભાવાર્થ -
એક આચાર્ય કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે. આ કાળદ્રવ્ય અનંત સમયરૂપ છે તેમ ભાષ્યકારશ્રી કહે છે. તે અનંત સમયને સ્પષ્ટ કરતાં કહે છે –
અનંત સમયરૂપ કાળમાં વર્તમાન સમય એક જ છે; અતીતના સમયો અનંતા છે અને અનાગતના સમયો અનંતા છે. તેથી એ ફલિત થાય કે વર્તમાનનો એક સમય વર્તમાનમાં જ છે, ત્રણ કાળમાં નથી. અતીતના સમયો ભૂતકાળમાં હતા, પરંતુ વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ નથી. અનાગતના સમયો ભૂતકાળમાં નથી અને વર્તમાનમાં પણ નથી, તે ભવિષ્યમાં આવશે. જો કાળને દ્રવ્યરૂપે સ્વીકારવો હોય તો તેને ધ્રુવ સ્વીકારવો પડે, પરંતુ વર્તમાનનો સમય ધ્રુવ નથી. જેમ આત્મદ્રવ્ય શાશ્વત છે તેમ વર્તમાનનો સમય શાશ્વત નથી. માટે કાળને દ્રવ્યરૂપે સ્વીકારનારે વર્તતા સમયને કોઈકના પર્યાયરૂપે જ સ્વીકારવો પડે. જેમ જીવનો વર્તમાન પર્યાય એક સમયનો છે, ભૂતના પર્યાયો અનંતા છે અને ભવિષ્યના પર્યાયો અનંતા છે તેમ જીવ-અજીવના પર્યાય સ્વરૂપ કાળને સ્વીકારીએ તો જ કાળ સંગત થાય. જો કાળને દ્રવ્ય સ્વીકારવો હોય તો તે કાળને એક અણુપરિણામ સ્વીકારીને સંખ્યાથી એક છે અથવા ચૌદ રાજલોક પ્રમાણ છે તેમ સ્વીકારીને દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવું ચૌદ રાજલોકના આકાશપ્રદેશ પ્રમાણ કાળદ્રવ્ય છે તેમ માનવું પડે. પરંતુ તેનું કોઈ સ્વીકારતું નથી, માટે કાળદ્રવ્ય ઉપચારથી જ સંમત છે તેમ જણાય છે. પ/૩૯TI