________________
99
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬ સૂત્રાર્થ :
બંધ હોતે છતે સમાધિક પારિણામિક છે. સમગુણ પારિણામિક છે અને અધિક ગુણ પારિણામિક છે. પ/૩૬ ભાષ્ય :
बन्धे सति समगुणस्य समगुणपरिणामको भवति । अधिकगुणो हीनस्येति ।।५/३६।। ભાષ્યાર્થ -
વજો.... દીતિ | બંધ હોતે છતે સમગુણનો સમગુણ પરિણામક થાય છે અર્થાત્ સમગુણવાળો સ્નિગ્ધપુદ્ગલ સમગુણવાળા રૂક્ષનો પરિણામક થાય છે અથવા સમગુણવાળો રૂક્ષપુદ્ગલ સમગુણવાળા સ્નિગ્ધતો પરિણામક થાય છે. અધિક ગુણવાળો હીતગુણવાળાનો પરિણામ થાય છે અર્થાત્ અધિક સંખ્યાવાળા સ્નિગ્ધ કે રૂક્ષ અંશવાળા પુદ્ગલો હીનસંખ્યાવાળા સ્નિગ્ધ કે રૂક્ષ અંશવાળા પુદ્ગલનો પરિણામક થાય છે.
રતિ” શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૬ાા. ભાવાર્થ
એક આકાશપ્રદેશ ઉપર અનેક પુદ્ગલો હોય કે નજીકના આકાશપ્રદેશ ઉપર અનેક પુદ્ગલો હોય છતાં તે પુદ્ગલોમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા ગુણ ન હોત તો તેઓનો પરસ્પર બંધ થાત નહીં. વળી એક આકાશપ્રદેશ ઉપર અનંત પરમાણુઓ કે ક્યણુક આદિ સ્કંધો રહેલા છે, છતાંય તે પરમાણુઓમાં કે સ્કંધોમાં સ્નિગ્ધપરિણામ કે રૂક્ષપરિણામ વિદ્યમાન હોવા છતાં પૂર્વના સૂત્રોમાં બતાવ્યું એ પ્રમાણે બંધ પ્રત્યે બાધકતા અંશવાળો સ્નિગ્ધપરિણામ કે રૂક્ષપરિણામ હોય તો બંધ થતો નથી. જે પુદ્ગલોમાં બંધ થાય તે પ્રકારના સ્નિગ્ધતા કે રૂક્ષતાના ભાવો વિદ્યમાન હોય અને એક આકાશપ્રદેશ ઉપર કે નજીકના આકાશપ્રદેશ ઉપર તેઓનો સંયોગ થાય ત્યારે સમાન સંખ્યાના સ્નિગ્ધાંશવાળા પુદ્ગલનો સમાન સંખ્યાવાળા રૂક્ષાંશ પુદ્ગલોથી સાથે સંબંધ થયો હોય ત્યારે તે બંને સ્કંધોમાંથી એક પરિણામક બને છે અને અન્ય પરિણમન પામનાર બને છે. સ્નિગ્ધ ગુણવાળો પુદ્ગલ પરિણામક બને તો રૂક્ષગુણવાળા પુદ્ગલને સ્નિગ્ધરૂપે પરિણામ પમાડે છે અને રૂક્ષ ગુણવાળો પુદ્ગલ પરિણામક બને તો સ્નિગ્ધપુદ્ગલને રૂક્ષરૂપે પરિણામ પમાડે છે. વળી કોઈક પુદ્ગલોમાં બંધને યોગ્ય સ્નિગ્ધતા અને રૂક્ષતા વિદ્યમાન હોય તેમાં જે પુદ્ગલોમાં અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશો કે રૂક્ષાંશો છે તે પુગલો હીનસંખ્યાવાળા સ્નિગ્ધાંશ કે રૂક્ષાંશવાળા પુદ્ગલોનો પરિણામક બને છે. તેથી અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલો હીનસંખ્યાવાળા રક્ષાંશ પુદ્ગલોના રૂક્ષભાવનો ત્યાગ કરાવીને પોતાની સમાન સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલરૂપે બનાવે છે. વળી કોઈક અધિક સંખ્યાવાળો સ્નિગ્ધાંશ પુદ્ગલ હીનસંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલનો પરિણામક બને ત્યારે તે હીનસંખ્યાવાળો સ્નિગ્ધાંશ પુદ્ગલ અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલરૂપે બને છે. પ/૩છા