________________
તવાર્યાવિગમસત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬
૫
ભાષ્ય :
अत्राह - परमाणुषु स्कन्धेषु च ये स्पर्शादयो गुणास्ते किं व्यवस्थितास्तेषु आहोस्विदव्यवस्थिता इति ?, अत्रोच्यते - अव्यवस्थिताः, कुतः ? परिणामात् । अत्राह - द्वयोरपि बध्यमानयोर्गुणवत्त्वे सति कथं परिणामो भवतीति ? ।। उच्यते - ભાષાર્થ -
અન્નાદ ..... ૩ – અહીં-સૂત્ર-૩રથી સૂત્ર-૩૫ સુધી સ્નિગ્ધપણાથી અને રૂક્ષપણાથી પુગલોનો બંધ થાય છે એમ કહ્યું તેમાં, પ્રશ્ન કરે છે – પરમાણમાં અને સ્કંધોમાં જે સ્પર્ધાદિ ગુણો છે તે તેઓમાં વ્યવસ્થિત છે અથવા અવ્યવસ્થિત છે ?=જે પરમાણમાં કે જે સ્કંધોમાં સ્નિગ્ધ આદિ સ્પર્શી વિદ્યમાન છે તે સદા રહેનારા છે કે પરિવર્તન પામનારા છે ? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – અવ્યવસ્થિત છે=વિદ્યમાન સ્નિગ્ધાદિ ભાવો પરિવર્તન પામનારા છે. કેમ ? એથી કહે છે – પરિણામને કારણેeતે ભાવોનો અન્યરૂપે પરિણમત થવાનો સ્વભાવ છે તે કારણે, સ્પશદિ ગુણો અવ્યવસ્થિત છે, એમ અવાય છે. અહીં પરમાણુ અને સ્કંધોમાં સ્પશદિ ગુણો અવ્યવસ્થિત છે તેમાં, પ્રશ્ન કરે છે – બંને પણ બધ્યમાન એવા પુદગલોમાં ગુણવત્વ હોતે છતે=બંધને અનુકૂળ એવું ગુણવત્વ હોતે છતે, કઈ રીતે પરિણમન થાય છે ? એ શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્નિગ્ધપણાના અને રૂક્ષપણાના કારણે પુદ્ગલોનો પરસ્પર સ્કંધ પરિણામરૂપ બંધ થાય છે અને તે બંધ વિષયક અપવાદો બતાવ્યા કે આવા-આવા પ્રસંગે પરસ્પર બંધ થતો નથી. ત્યાં વિચારક પ્રશ્ન કરે છે –
પરમાણુઓમાં અને કંધોમાં જે સ્પર્શાદિ ગુણો વિદ્યમાન છે તે ગુણો સદા તે જ રીતે રહે છે કે પરિવર્તન પામે છે? તેનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે પુદ્ગલોમાં વર્તતા સ્પર્ધાદિ અવ્યવસ્થિત છે=કાલક્રમે પરિવર્તન પામનાર છે; કેમ કે અન્ય અન્યરૂપે પરિવર્તન પામવાનો સ્વભાવ છે. ત્યાં પ્રશ્ન થાય કે સ્નિગ્ધપણાને અને રૂક્ષપણાને કારણે બે બધ્યમાન એવા પુદ્ગલોમાં બંધ થાય તેવો ગુણ વિદ્યમાન હોય ત્યારે તે પુદ્ગલોમાં કયા પ્રકારનો પરિણામ થાય છે? અર્થાત્ તે બેમાંથી કયો પુદ્ગલ અન્યના પરિણામને ગ્રહણ કરે છે ? અને ક્યો પુદ્ગલ પોતાના પરિણામરૂપે અન્ય પુદ્ગલને પરિણમન પમાડે છે ? એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે –
સૂત્ર :
बन्थे समाधिको पारिणामिकौ ।।५/३६ ।।