________________
ઉ૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫ બે આદિ અધિક સંખ્યાવાળા સદૃશમાં બંધ થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે એક ગુણ સ્નિગ્ધતાવાળું પુદ્ગલ હોય તેનો બે-ત્રણ અધિક ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે બંધ થાય છે પરંતુ એક ગુણ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જેમ કોઈ પુદ્ગલમાં એક ગુણ સ્નિગ્ધતા હોય અને અન્ય પુદ્ગલમાં બે ગુણ સ્નિગ્ધતા હોય, તેઓ એક ક્ષેત્રમાં હોય કે નજીકના ક્ષેત્રમાં સ્પર્શીને રહેલા હોય તોપણ તેઓનો બંધ થતો નથી.
વળી ભાષ્યમાં કહ્યું કે સ્નિગ્ધપુદ્ગલોનો દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલો કોઈ સ્થાનમાં રહેલા હોય અને અન્ય સ્નિગ્ધપુદ્ગલો ગમનના પરિણામથી તે સ્થાનમાં આવે તો પૂર્વના દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે તે આવનાર પુદ્ગલોનો બંધ થાય છે.
એક સ્થાનમાં બે પુલો રહેલા હોય તે બંનેમાંથી કોઈક એક પુલમાં સ્નિગ્ધતા એક ગુણ અધિક હોય ત્યારે તેનો બંધ થતો નથી; પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક એક પુદ્ગલમાં સ્નિગ્ધતાંશ વૃદ્ધિ કે હાનિ પામે અને તેનાથી દ્વિગુણ આદિ અધિકતાની પ્રાપ્તિ થાય ત્યારે તે દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધતાવાળા પુલનો ત્યાં રહેલા અન્ય સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. તેને બતાવવા માટે ભાષ્યકારશ્રીએ કહ્યું કે દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધનો સ્નિગ્ધની સાથે બંધ થાય છે અને રૂક્ષપગલોનો પણ દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે કોઈક સ્થાનમાં દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુગલો પડેલા હોય અને ગમનના પરિણામથી કોઈ અન્ય રૂક્ષપગલો ત્યાં આવે તો પૂર્વના દ્વિગુણાદિ અધિક રૂક્ષતાવાળા પુદ્ગલોની સાથે તે આવનાર રૂક્ષપુદ્ગલોનો બંધ થાય છે અથવા એક સ્થાનમાં બે પુદ્ગલો રહેલા હોય પરંતુ તે બંનેમાંથી કોઈક એક પુદ્ગલમાં રૂક્ષતા એક ગુણ અધિક હોય ત્યારે તેનો બંધ થતો નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક એક પુદ્ગલમાં રૂક્ષતા અંશ વૃદ્ધિ કે હાનિ પામે અને તેનાથી દ્વિગુણાદિ અધિકતાની પ્રાપ્તિ થાય ત્યારે તે દ્વિગુણાદિ અધિક રૂક્ષતાવાળા પુદ્ગલનો ત્યાં રહેલા અન્ય રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે તે બતાવવા અર્થે ભાષ્યકારશ્રીએ કહ્યું છે કે દ્વિગુણાદિ અધિક રૂક્ષનો રૂક્ષની સાથે બંધ થાય છે.
આ કથનનો ફલિતાર્થ બતાવે છે – એક-બે-ત્રણાદિ રૂક્ષાંશ કે સ્નિગ્ધાંશની સંખ્યાવાળા પુદ્ગલોનો અને અધિકનો=એક અંશથી અધિક એવા પુદ્ગલોનો, જો તે સદશ હોય તો બંધ થતો નથી. તેથી એ ફલિત થાય કે એક અંશથી લઈને અનંત અંશ સુધીના સ્નિગ્ધ કે રૂપુદ્ગલની સાથે તેનાથી એક ગુણ અધિક એવા સ્નિગ્ધ કે રૂક્ષપુદ્ગલોનું સદૃશપણું હોય તો બંધ થતો નથી અને સ્નિગ્ધ સાથે રૂક્ષરૂપે વિસરુશપણું હોય તો બંધ થાય છે. સૂત્રમાં રહેલો ‘તુ' શબ્દ વ્યાવૃત્તિવિશેષ અર્થમાં છે તેથી ઉપરના સૂત્રમાંથી ‘સરીના ન વન્ય:'ની જે અનુવૃત્તિ હતી તેમાંથી ‘નની વ્યાવૃત્તિ કરીને સદશના બંધની અનુવૃત્તિ સ્વીકારે છે. તેથી બે અધિકાદિ ગુણોવાળા સદશનો બંધ થાય છે એ પ્રકારે ગ્રહણ થાય છે. પ/૩પા