________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫
૬૩
શું ગુણવૈષમ્યમાં કોઈ વિશેષતા વગર સદશનો બંધ થાય છે ? આ પ્રકારની શંકાથી નક્કી થાય છે ગુણવૈષમ્યથી થતા આ સદેશના બંધમાં કોઈ વિકલ્પ છે, તે વિકલ્પને સામે રાખીને ગ્રંથકારશ્રી જવાબ આપે છે -
સૂત્ર ઃ
ધાવિ મુળાનાં તુ ।।/રૂ।
--
દ્વિઅધિકાદિ ગુણવાળા પુદ્ગલોનો=સદશ સ્નિગ્ધ-રૂક્ષતાવાળા પુદ્ગલોમાં બે અધિક સ્નિગ્ધરૂક્ષતાવાળા પુદ્ગલોનો, બંધ થાય છે. ૫/૩૫!!
ભાષ્ય :
સૂત્રાર્થ
यधिकादिगुणानां तु सदृशानां बन्धो भवति । स्निग्धस्य द्विगुणाद्यधिकस्निग्धेन, द्विगुणाद्यधिकस्निग्धस्य स्निग्धेन, रूक्षस्यापि द्विगुणाद्यधिकरूक्षेण, द्विगुणाद्यधिकरूक्षस्य रूक्षेण, एकादिगुणाधिकयोस्तु सदृशयोर्बन्धो न भवति, अत्र तुशब्दो व्यावृत्तिविशेषणार्थः, प्रतिषेधं व्यावर्तयति નન્હેં ૫ વિશેષતિ /
ભાષ્યાર્થ :
.....
धिकादिगुणानां • વિશેષવૃત્તિ ।। દ્વિઅધિકાદિ ગુણો છે જેને એવા સદેશ પુદ્ગલોનો બંધ થાય છે=એકત્વભાવરૂપ સ્કંધ બને છે. તે આ પ્રમાણે સ્નિગ્ધપુદ્ગલોનો દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોનો સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. રૂક્ષપુદ્ગલોનો પણ દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે. દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોનો રૂક્ષપુગલોની સાથે બંધ થાય છે. વળી, એકાદિગુણવાળા અને અધિક એવા સદેશનો બંધ થતો નથી=એક ગુણવાળા, બે ગુણવાળા યાવત્ અનંતગુણોવાળા પુદ્ગલોની સાથે તેનાથી અધિક એક ગુણવાળા એવા સદેશ પુદ્ગલોનો=સ્નિગ્ધપુદ્ગલોની સાથે સ્નિગ્ધપુદ્ગલોનો, રૂક્ષપુદ્ગલોની સાથે રૂક્ષપુદ્ગલોનો બંધ થતો નથી. અહીં=સૂત્રમાં, વ્યાવૃત્તિવિશેષના અર્થવાળો ‘તુ’ શબ્દ પ્રતિષેધનું વ્યાવર્તન કરે છે=‘ન વન્યઃ’ની અનુવૃત્તિમાં વર્તતા પ્રતિષેધવાળા ‘ન’ની વ્યાવૃત્તિ કરે છે અને બંધને વિશેષ કરે છે. ।।૫/૩૫।।
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુણસામ્યમાં સદેશનો બંધ થતો નથી. તેથી અર્થથી પ્રાપ્ત થયું કે ગુણના વૈષમ્યમાં સદશનો બંધ થાય છે. તેમાં અપવાદ બતાવવા અર્થે કહે છે