________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯
જે કારણથી અહીં લોકમાં, મનુષ્યત્વ આદિ પર્યાયથી વ્યય પામતા આત્માનું મનુષ્યત્વ આદિ પર્યાયથી વ્યય પામવા છતાં આત્મારૂપે સ્થિર એવા આત્માનું, દેવત્વ આદિ પર્યાયથી ઉત્પાદ છેપ્રાદુર્ભાવ છે.
આથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે. અહીં જ=સના લક્ષણમાં જ, વિપક્ષ સ્વીકારવામાંsઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સ્વીકારવાને બદલે એકાંત ધ્રૌવ્યરૂપ વિપક્ષ સ્વીકારવામાં, બાધને કહે છે –
એકાંતધવરૂપ આત્મામાં=સર્વથા અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરએકસ્વભાવરૂપ એકાંતÚવરૂપ આત્મામાં, તેનું તથાસ્વભાવપણું હોવાથી આત્માનું તે પ્રકારથી એકસ્વભાવપણું હોવાથી=જે પ્રકારે સંસારી છે તે સદા સંસારીરૂપ હોવાથી, અવસ્થાભેદની અનુપપતિ છે=સંસારી જીવોની મુક્તરૂપે અનુપપતિ છે, અને આ રીતે અવસ્થાભેદનો અભાવ હોતે છતે સંસારના અને મોક્ષના ભેદનો અભાવ પ્રાપ્ત થાય. કેમ કે સંસાર અને મોક્ષ અવસ્થાભેદની સાથે અવિનાભાવી છે.
અહીં પૂર્વપક્ષી કહે કે સંસાર અને અપવર્ગનો ભેદ કલ્પિત છે, વાસ્તવિક તો આત્મા નિત્યમુક્ત છે; કેમ કે દેખાતો સંસાર પ્રકૃતિકૃત છે, માટે સંસાર એ આત્માનું સ્વરૂપ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ સંસારતા અને અપવર્ગના ભેદવું, કલ્પિતપણું હોતે છતે વિસ્વભાવપણાના કારણે અનુપલબ્ધિનો પ્રસંગ છે=સંસાર એ આત્માનો સ્વભાવ નથી તેમ સ્વીકારીએ તો વર્તમાનમાં સ્વસંવેદનથી પોતાનું જણાય છે કે હું મનુષ્યત્વ આદિ ભાવરૂપે છું તે સ્વરૂપે આત્માની અનુપલબ્ધિનો પ્રસંગ આવે.
આ દોષ ન થાય તે માટે પૂર્વપક્ષી કહે કે સસ્વભાવપણું જ કલ્પિત છે સાધના પૂર્વે પોતે મનુષ્યાદિ સ્વભાવ-રૂપે છે તેવા ભ્રમવાળા સ્વભાવથી સહિત સંસારસ્વભાવ કલ્પિત છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આત્માનું સસ્વભાવપણું હોતે છતે એકાંતપ્રોવ્યનો અભાવ છે; કેમ કે તેનું જ=સંસારસ્વભાવવાળા આત્માનું જ, તે પ્રકારે ભવન છે મુક્તરૂપે ભવન છે. અર્થાત્ પૂર્વમાં પોતે મનુષ્ય આદિ રૂપે સ્વભાવવાળો હતો અને સાધના કરીને તેનાથી મુક્ત થયેલા સ્વભાવવાળો છે તેવો બોધ થાય છે માટે સંસારી સ્વભાવવાળા આત્માનું તે પ્રકારે ભવન છે.
એથી આત્માના એકાંતધ્રૌવ્યનો અભાવ છે; કેમ કે વસ્તુના સ્વરૂપને આશ્રયીને બે પ્રકારના બોધથી નક્કી થાય છે કે પૂર્વના સ્વભાવ કરતાં સાધના પછીનો સ્વભાવ અન્ય પ્રકારનો છે.
રૂતિ=પૂર્વમાં સ્થાપન કર્યું કે સસ્વભાવપણામાં એકાંત ધ્રૌવ્યનો અભાવ છે એથી, તતદ્ સ્વભાવપણાથી વિરોધનો અભાવ હોવાને કારણે આત્માનો સાધના પૂર્વે સંસારસ્વભાવપણારૂપે અને મુક્ત થયા પછી મુક્તસ્વભાવપણારૂપે બે પ્રકારની અવસ્થા સાથે વિરોધનો અભાવ હોવાને કારણે, તથા ઉપલબ્ધિની સિદ્ધિ હોવાથી સાધના પૂર્વે સંસારીઅવસ્થાની સર્વ જીવોને જે પ્રકારની પ્રતીતિ છે તે પ્રકારની ઉપલબ્ધિની સિદ્ધિ હોવાથી, એકાંતધ્રૌવ્યનો અભાવ છે, એમ અવય છે.