________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯, ૩૦
૪૯ એ રીતે=જે રીતે જીવમાં સંસારભાવના વ્યયપૂર્વક સિદ્ધપણાનો ઉત્પાદ છે એ રીતે, સર્વ વસ્તુ ત્રિતયયુક્ત છેઃઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત છે.
તે કારણથી=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું તે કારણથી, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિતયથી યુક્ત સનું લક્ષણ છે. અથવા યુક્ત એટલે સમાહિત=સૂત્રમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ એમ કહ્યું ત્યાં યુક્તનો અર્થ સમાહિત, છે અને તેવું સમાહિત ત્રિસ્વભાવવાળું સત્ છે.
આ ત્રણ સ્વભાવો છે અને ત્રણથી યુક્ત કોઈ અન્ય નથી પરંતુ ત્રણ સ્વભાવવાળી વસ્તુ જ સત્ છે એ બતાવવા અર્થે કહે છે –
જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે સત્ છે આનાથી અન્ય અસત્ છે. રૂતિ શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. પ/૨૯. ભાષ્ય :
अत्राह - गृह्णीमस्तावदेवंलक्षणं सदिति, इदं तु वाच्यं - तत् किं नित्यमाहोस्विदनित्यમિતિ ? મત્રોચ્યતે – ભાષ્યાર્થ :
ત્રાદિ ..... મત્રોચ્યતે – અહીં-પૂર્વમાં સત્ વસ્તુનું લક્ષણ બતાવ્યું ત્યાં, “માદથી પ્રશ્ન કરે છે – આવા લક્ષણવાળું સત્ છે એ પ્રમાણે અમે ગ્રહણ કરીએ છીએ. વળી આ કહેવું જોઈએ – તેaઉત્પાદ, વ્યય, ધ્રોવ્યરૂપ સત્ વસ્તુ છે તે, શું નિત્ય ? અથવા અનિત્ય છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેમ વર્તમાનમાં કોઈક પુરુષ બાહ્ય અવસ્થાથી પોતાના આયુષ્યકાળ સુધી રહે છે તે પણ પ્રતિક્ષણ નવી નવી અવસ્થારૂપે પરિણમન પામે છે અને મનુષ્યભાવરૂપે આયુષ્યકાળ સુધી ધ્રુવ છે, છતાં આયુષ્ય પૂર્ણ થયા પછી અસ્તિત્વ વગરનો તે પુરુષ છે; કેમ કે તેની ઉપલબ્ધિ કયાંય તે પુરુષરૂપે થતી નથી. તે રીતે જે જગતમાં ધર્માસ્તિકાય આદિ ભાવો છે તે પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ હોવાથી સરૂપ છે તેવો નિર્ણય થવા છતાં શંકા થાય કે તે પદાર્થો દેખાતા મનુષ્ય આદિની જેમ સદા માટે નાશ પામી જાય છે ? કે નિત્ય છે ? તે પ્રકારની શંકાને સ્મૃતિમાં રાખીને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – સૂત્રઃ
तद्भावाव्ययं नित्यम् ।।५/३०।।