________________
પર
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ ત્યાં=પૂર્વમાં સત્ ત્રિવિધ પણ નિત્ય અને ઉભય પણ છે; કેમ કે અર્પિતથી અર્પિતાની સિદ્ધિ છે એમ કહ્યું ત્યાં, સત્ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિવિધ પણ સત્ છે તેમાં જે નિત્યરૂપ સત્ અથવા ઉભયરૂપ સત, છે તે ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક, પર્યાયાસ્તિક.
તિ' શબ્દ સત્તા પ્રકારોની સમાપ્તિ અર્થે છે. આમનાં અર્થપદો દ્રવ્યાસ્તિકાયાદિ ચારના અર્થને કહેનારાં પદો, આ પ્રમાણે છે – દ્રવ્યાસ્તિક એટલે દ્રવ્યને જોનારી યદષ્ટિ. દ્રવ્યને જોનારી નયદૃષ્ટિથી પદાર્થ કેવો દેખાય છે ? તેને ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
દ્રવ્યાસ્તિકાયનો અર્થપદ એક દ્રવ્ય, બે દ્રવ્ય અથવા ઘણાં દ્રવ્યો સત્ છે, અસત્ નામની વસ્તુ દ્રવ્યાતિકનયને નથી જ.
દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી જગતવર્તી સર્વ દ્રવ્યો દેખાય છે. તે દ્રવ્ય સંખ્યાથી એક હોય તો તે એક દ્રવ્ય સતુ છે એમ દેખાય છે, તે દ્રવ્ય સંખ્યાથી બે હોય તો બે દ્રવ્યો સત્ દેખાય છે અને તે દ્રવ્ય ત્રણ આદિ સંખ્યાથી હોય તો ત્રણ આદિરૂપે સતું દેખાય છે. પરંતુ કોઈ દ્રવ્યને જોઈને દ્રવ્યાસ્તિકનયથી જોવાનો ઉપયોગ મૂકવામાં આવે ત્યારે આ દ્રવ્ય અસત્ છે તેવો બોધ થતો નથી. અર્થાત્ જેમ ઘટને જોઈને આ ઘટરૂપે સતું છે અને પટરૂપે અસત્ છે તેમ બોધ થાય છે તેમ દ્રવ્યમાત્રને જોનારી દૃષ્ટિથી દેખાતા પદાર્થમાં દ્રવ્યથી વ્યતિરિક્ત અસતુની ઉપસ્થિતિ કરાવનાર ઉપયોગ નથી. તેથી આ સ્વરૂપે દ્રવ્ય નથી તેમ કહી શકાય નહીં. આથી જ ગુણસ્વરૂપે કે પર્યાયસ્વરૂપે દ્રવ્ય નથી તેમ પણ કહી શકાય નહીં, પરંતુ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે, તેથી ગુણ-પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને જોનારી દૃષ્ટિ દ્રવ્યને સત્વરૂપે જ બતાવે છે. તેથી તે દૃષ્ટિથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ છે.
હવે માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ બતાવે છે – માતૃકાપદ : એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને જુદારૂપે ઉપસ્થિત કરાવનાર પદ, જેમ ધર્માસ્તિકાયાદિ પદ.
જેમ ધમસ્તિકાયને ગતિ સહાય કરવાના ધર્મરૂપે ઉપસ્થિત કરીને ધર્માસ્તિકાય કહેવામાં આવે ત્યારે માતૃકાપદનયની દૃષ્ટિથી પદાર્થને જોવામાં ઉપયોગ પ્રવર્તે છે અને તે નયની દૃષ્ટિથી માતૃકાપદ સત્ છે. અથવા બે માતૃકાપદો સત્ છે. અથવા ત્રણ આદિ માતૃકાપદો સત્ છે. અમાતૃકાપદ અસત્ છે, બે અમાતૃકાપદો અસત્ છે અથવા ત્રણાદિ અમાતૃકાપદો અસત્ છે.
જગતમાં દેખાતા પદાર્થોને કોઈક ધર્મથી ઉપસ્થિત કરીને તેનો બોધ કરવા માટે જે પદોનો ઉપયોગ થાય તે માતૃકાપદો કહેવાય. તેને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક એવું જે દ્રવ્ય તેને ધર્માસ્તિકાયદ્રવ્ય કહેવાય છે. આ રીતે અધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યમાં જાણવું. વળી વ્યવહારમાં આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ જે વ્યવહાર થાય છે તે પણ માતૃકાપદાસ્તિકનદૃષ્ટિથી પ્રવર્તે છે. માતૃકાપડવાચ્ય એક વસ્તુ હોય તે સત્ છે, જેમ એક ઘટ સત્ છે. માતૃકાપડવાચ્ય બે ઘટ હોય તો તે બંને