________________
GO
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૨, ૩૩ ભાષ્યાર્થ :નિરૂક્ષયો . મતિ | સ્પષ્ટ એવા સ્નિગ્ધ-રૂક્ષપુગલનો બંધ થાય છે. પ/૩રા ભાવાર્થ :
એક આકાશપ્રદેશમાં રહેલા કે નજીકના આકાશપ્રદેશમાં સ્પર્ધાયેલા પુદ્ગલોનો પરસ્પર એકત્વભાવરૂપ બંધ થાય છે તેનું કારણ તે પુગલમાં વર્તતો સ્નિગ્ધ-રૂક્ષભાવ છે. તે બંધની અધિક વિશેષતા સ્વયં ગ્રંથકારશ્રી આગળ સ્પષ્ટ કરે છે. પ/રશા
ભાષ્ય :
અત્રદ – વિમેષ વિત્ત તિ ?, મત્રોચ્યતે – ભાષ્યાર્ચ -
આમાં=સ્નિગ્ધરૂક્ષપણાથી પગલોમાં બંધ થાય છે એમાં, પ્રશ્ન કરે છે – શું આ એકાંત છે?— સ્નિગ્ધ-રૂક્ષ હોય તો એકાંતે બંધ થાય કે તેમાં કોઈ અન્ય વિકલ્પ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે –
સૂત્ર -
न जघन्यगुणानाम् ।।५/३३।। સૂત્રાર્થ :
જઘન્યગુણોનો બંધ નથી. પ/૩૩ ભાષ્ય :
जघन्यगुणस्निग्धानां जघन्यगुणरूक्षाणां च परस्परेण बन्धो न भवति ।।५/३३।। ભાષ્યાર્ચ -
નવગુનિયાનાં ....... મતિ / જઘન્યગુણસ્નિગ્ધ એવા પગલોનો અને જઘન્યગુણરૂક્ષ એવા પુદ્ગલોનો પરસ્પર બંધ નથી. પ/૩૩. ભાવાર્થ :
જઘન્યગુણવાળા સ્નિગ્ધપુગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોની સાથે કે જઘન્યગુણવાળા રૂક્ષપુદ્ગલોની સાથે પરસ્પર બંધ થતો નથી. તેથી એક આકાશપ્રદેશ ઉપર રહેલા કે નજીકના આકાશપ્રદેશ ઉપર રહેલા સ્કંધો કે પરમાણુઓ જઘન્યગુણવાળા હોય તો તેઓના પરસ્પર સંસર્ગથી નવો સ્કંધ ઉત્પન્ન થતો નથી. પ/૩૩.