________________
૫૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર–૩૧, ૩૨ તે જીવનો અસહ્ભાવપર્યાય દેવભવ છે. આ અસદ્ભાવપર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે; કેમ કે દેવભવના પર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય વિદ્યમાન નથી. વળી કોઈ બે જીવના બે દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં બે જીવોના મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે. વળી કોઈ ત્રણાદિ જીવના ત્રણાદિ દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં ત્રણાદિ જીવોના મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે.
વળી કોઈ જીવના વર્તમાનના મનુષ્યભવરૂપ પર્યાય અને પૂર્વના દેવભવરૂપ પર્યાય ગ્રહણ કરવામાં આવે તો તે ઉભય પર્યાયમાં વર્તમાનનો આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવ સત્ છે અથવા આદિષ્ટદ્રવ્યરૂપ દેવભવ અસત્ છે એ પ્રમાણે ક્રમ વગર અવાચ્ય છે એથી પર્યાયાસ્તિકનયના સદ્ભાવપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવને આશ્રયીને ‘સત્’ એ પ્રમાણે એક ભાંગાની પ્રાપ્તિ છે. અસદ્ભાવપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ દેવભવને આશ્રયીને ‘અસત્' એ પ્રમાણે બીજા ભાંગાની પ્રાપ્તિ છે. તદુભયપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવ અને દેવભવને આશ્રયીને અવક્તવ્યરૂપ ત્રીજા ભાંગાની પ્રાપ્તિ થાય છે.
આ રીતે માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિકને આશ્રયીને ત્રણ વિકલ્પો બતાવ્યા પછી તે દેખાતા બાહ્યપદાર્થના દેશના વિભાગથી અન્ય ચાર વિકલ્પો થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સરૂપે દેખાતા દ્રવ્યને આશ્રયીને સંપૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને વિચારીએ તો સત્, અસત્ કે અવાચ્યરૂપ ત્રણ વિકલ્પો જ થઈ શકે. વળી તે સંપૂર્ણ દ્રવ્યના બે કે ત્રણ વિભાગ કરીને વિચારીએ તો અન્ય ચાર વિકલ્પો પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે માતૃકાપદાસ્તિક આદિથી દેખાતું દ્રવ્યાગ્રાવચ્છેદેન સરૂપે છે અને પૃષ્ઠાવચ્છેદેન અસતુરૂપે છે. એમ પણ જોઈ શકાય છે; કેમ કે માતૃકાપદથી અગ્રાવચ્છેદેન તે દ્રવ્ય સત્ છે અને અમાતૃકાપદથી પૃષ્ઠાવચ્છેદેન તે અસત્ છે. જેમ પુરોવર્તી દેખાતો ઘડો અગ્રાવચ્છેદેન ઘટરૂપે સત્ છે અને પૃષ્ઠાવચ્છેદેન પટરૂપે અસત્ છે. આ રીતે એક જ વસ્તુના બે વિભાગ કરીને ક્રમસર સત્-અસત્ શબ્દથી તે વસ્તુ વાચ્ય બને છે. વળી પુરોવર્સી દેખાતી કોઈ વસ્તુને ગ્રહણ કરીને તેનો એક દેશ સત્ છે અને અન્ય દેશ અવાચ્ય છે તેમ પણ કહી શકાય; કેમ કે અગ્રાવચ્છેદેન માતૃકાપદરૂપે તે સત્ છે અને પૃષ્ઠાવચ્છેદેન માતૃકાદઅમાતૃકાપદ ઉભયરૂપે તે અવાચ્ય છે. તે વસ્તુના બે વિભાગ કરીને અગ્રાવચ્છેદેન અસત્ અને પૃષ્ઠાવચ્છેદેન અવાચ્ય કહી શકાય છે. વળી તે વસ્તુના ત્રણ વિભાગ કરીને એક વિભાગ સત્, અન્ય વિભાગ અસત્ અને ત્રીજો વિભાગ અવાચ્ય છે તેમ કહી શકાય છે. આ રીતે એક સત્ પદાર્થને આશ્રયીને સાત વિકલ્પો થઈ શકે છે. એનાથી અધિક વિકલ્પો સંભવતા નથી; કેમ કે વિવેકી પુરુષને પદાર્થને જોઈને સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે અને સાત પ્રકારના વિકલ્પો દ્વારા તેનો ઉત્તર અપાય છે. જેથી તે પદાર્થ વિષયક સર્વ જિજ્ઞાસાની પૂર્તિ થવાથી પદાર્થનો યથાસ્થિત બોધ થાય છે. ાપ/૩૧ll
ભાષ્યઃ
अत्राह उक्तं भवता ‘सङ्घातभेदेभ्यः स्कन्धा उत्पद्यन्ते' (अ० ५, सू० २६ ) इति, तत् किं संयोगमात्रादेव सङ्घातो भवति ?, आहोस्विदस्ति कश्चिद् विशेष इति ?, अत्रोच्यते सति संयोगे बद्धस्य सङ्घातो भवतीति । अत्राह अथ कथं बन्धो भवतीति ?, अत्राह
-
-
-
-