________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર–૩૧
કે વર્તમાનમાં ઉત્પન્ન એવો એક ઘટ, બે ઘટ કે અનેક ઘટો સત્ છે.
આ રીતે માતૃપદાસ્તિકની દૃષ્ટિથી અને ઉત્પન્નાસ્તિકની દૃષ્ટિથી સત્ કચિત્ સત્ છે અને કચિત્ અસત્ છે તેમ બતાવીને આ બે નયો કથંચિત્ પર્યાયથી આક્રાંત છે તેમ બતાવેલ છે. આથી વ્યવહારનય પર ચાલનાર માતૃકાપદાસ્તિક અને ઋજુસૂત્રનય પર ચાલનાર ઉત્પન્નાસ્તિકની દૃષ્ટિ ‘સત્' ‘અસત્’ બંને વિકલ્પ સ્વીકારે છે. તે તે દ્રવ્યરૂપ તે વસ્તુ સત્ છે, અન્યરૂપે અસત્ છે તેમ વ્યવહારનય સ્વીકારે છે અને ઋજુસૂત્રનય વર્તમાનમાં વિદ્યમાનને જ સત્ સ્વીકારે છે, અન્યને અસત્ સ્વીકારે છે.
હવે સત્-અસને આશ્રયીને સ્યાદ્વાદ અનુસાર સપ્તભંગી કઈ રીતે થાય છે ? તે બતાવવા માટે કથંચિત્ સત્ અને કથંચિત્ અસત્આનો વિકલ્પ બતાવ્યા પછી અવાચ્યનો વિકલ્પ બતાવવા અર્થે કહે છે –
૫૭
અર્પિત અને અનર્પિત હોતે છતે સત્ છે અથવા અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી. જેમ માતૃકાપાસ્તિકની દૃષ્ટિથી ધર્માસ્તિકાય ગતિમાં સહાયકરૂપે સત્ છે અને સ્થિતિમાં સહાયકરૂપે અમાતૃકાપદને આશ્રયીને ધર્માસ્તિકાય અસત્ છે. આ બંનેની અર્પણા ક૨વામાં આવે અને ક્રમસર તે બંનેનું ગ્રહણ કરવામાં ન આવે તો ધર્માસ્તિકાયને સત્ પણ કહી શકાય નહીં અને અસત્ પણ કહી શકાય નહીં; કેમ કે ધર્માસ્તિકાય ગતિમાં સહાયકરૂપે સત્ પ્રતિભાસમાન થાય છે અને સ્થિતિમાં સહાયકરૂપે અસત્ પ્રતિભાસમાન થાય છે, અને એક શબ્દથી તે બંને પ્રતિભાસમાનોનું કથન થઈ શકતું નથી; કેમ કે ક્રમસર જ તે બેનું કથન થઈ શકે છે.
આ રીતે માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયષ્ટિથી સત્-અસત્ અને અવક્તવ્યરૂપ ત્રણ વિકલ્પો બતાવ્યા. પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને પહેલો સત્નો વિકલ્પ થાય છે, પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને બીજો અસત્નો વિકલ્પ થાય છે અને પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને ત્રીજો અવાચ્યનો વિકલ્પ થાય છે. સપ્તભંગીના અન્ય વિકલ્પો ભાષ્યકારશ્રી આગળ બતાવશે.
હવે પર્યાયાસ્તિકનયમાં સત્-અસત્ અને અવક્તવ્યનો વિકલ્પ બતાવવા માટે કહે છે
પર્યાયાસ્તિકનય જેમ વર્તમાનમાં ઉત્પન્નને ગ્રહણ કરે છે તેમ દીર્ઘકાલીન એવા સદ્ભાવપર્યાયને પણ ગ્રહણ કરે છે. આથી પર્યાયાસ્તિકનય કોઈ જીવના મનુષ્યભવરૂપ દીર્ઘ પર્યાયને ગ્રહણ કરે ત્યારે તે નય મનુષ્યભવરૂપ સદ્ભાવપર્યાયને ગ્રહણ કરે છે. તેને આશ્રયીને સત્નો વિકલ્પ બતાવતાં ભાષ્યકારશ્રી કહે
છે
-
પર્યાયાસ્તિકનયના એક સદ્ભાવપર્યાયમાં એક આદિષ્ટદ્રવ્ય સત્ છે. જેમ કોઈ જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે હોય ત્યારે તે જીવનો મનુષ્યરૂપ સદ્ભાવપર્યાય વિદ્યમાન છે. તે મનુષ્યપર્યાયને દ્રવ્યરૂપે આદેશ કરવામાં આવે અને તેના બાળ, યુવા આદિ પર્યાયો છે તેમ કહેવામાં આવે ત્યારે તે મનુષ્યરૂપ સદ્પર્યાયમાં આદિષ્ટદ્રવ્ય સત્ છે. વળી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી બે જીવોના સદ્ભાવપર્યાયમાં બે આદિષ્ટદ્રવ્ય સત્ છે, ત્રણ આદિ જીવોના સદ્ભાવપર્યાયોમાં ત્રણ આદિ આદિષ્ટદ્રવ્ય સત્ છે.
વળી કોઈ જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે છે, તેના પૂર્વે તે જીવ દેવભવમાં હોય ત્યારે મનુષ્યભવના કાળમાં