________________
૫૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૩૧ રીતે શબ્દને આશ્રયીને પ્રવર્તતા શબ્દાદિ પાછળના ત્રણ નો વ્યંજનનયો છે અને નૈગમાદિ પૂર્વના ચાર નયો અર્થનો છે. વળી, અર્થનય પદાર્થને દ્રવ્ય અને પર્યાયરૂપે જુએ છે તેમાંથી સંગ્રહનય પદાર્થને સત્વરૂપે જુએ છે. વ્યવહારનય સતું એવા પદાર્થનો પણ વ્યવહાર કરવા માટે ભેદ કરે છે. અહીં દ્રવાસ્તિકાદિ ચાર ભેદ કરવા માટે ભાષ્યકારશ્રીએ દ્રવાસ્તિકરૂપ પ્રથમ ભેદમાં “અસ્તિ” શબ્દથી સંગ્રહનયનું ગ્રહણ કરેલ છે; કેમ કે “અસ્તિ” શબ્દ સંગ્રહનયને અભિમત વસ્તુનો વાચક શબ્દ છે. ત્યારપછી તે સત્ એવી વસ્તુ દ્રવ્યરૂપ છે એ જોનારી દૃષ્ટિથી દ્રવ્યાસ્તિક એવો પ્રથમ ભેદ પાડેલ છે. ત્યારપછી તે દ્રવ્ય પણ કોઈક ધર્મની અપેક્ષાએ કોઈક પદથી વાચ્ય થાય છે. જેમ ગતિમાં સહાયક ધર્મની અપેક્ષાએ ધર્માસ્તિકાયદ્રવ્ય ધર્માસ્તિકાયરૂપ માતૃકાપદથી વાચ્ય બને છે. તે જ ધર્માસ્તિકાયદ્રવ્ય સ્થિતિમાં સહાયક ધર્મની અપેક્ષાએ અમાતૃકાપદથી વાચ્ય થાય છે. તેથી બીજો ભેદ માતૃકાપદાસ્તિકથી ગ્રહણ કરેલ છે.
વળી વ્યવહારનયને આશ્રયીને દ્રવ્યાસ્તિકરૂપ અને માતૃકાપદાસ્તિકરૂપ બે ભેદ બતાવ્યા પછી ઋજુસૂત્રનય વર્તમાન વસ્તુને સ્વીકારે છે તેને સામે રાખીને ઉત્પનાસ્તિકરૂપ ત્રીજો ભેદ બતાવે છે. વળી ઋજુસૂત્રનય સ્થૂલ પર્યાયને ગ્રહણ કરીને મનુષ્યક્ષણને વર્તમાનની ક્ષણ સ્વીકારે છે તેને આશ્રયીને પર્યાયાસ્તિક ભેદ સ્વીકારેલ છે. આ રીતે દેખાતા બાહ્યપદાર્થોને જોનારી અર્થનયની દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો દરેક પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. આ સત્ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી જોવામાં આવે તે દરેક પદાર્થો દ્રવ્યરૂપ જણાય છે અને તે દ્રવ્યમાંથી એક દ્રવ્ય જોવામાં આવે તો આ દ્રવ્ય સતું છે તેમ પ્રતીત થાય છે; કેમ કે તે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દેખાય છે. વળી કોઈ બે-ત્રણ આદિ દ્રવ્યને જોવામાં આવે ત્યારે તે બે-ત્રણ આદિ દ્રવ્યો સત્ છે તેમ જણાય છે. દ્રવ્યાસ્તિકના વિકલ્પમાં અસદ્ વસ્તુ નથી; કેમ કે કોઈપણ દ્રવ્યને જોવામાં આવે ત્યારે તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી યુક્ત સત્વરૂપે દેખાય છે પરંતુ અનુભવ અનુસાર ક્યારેય અસતુરૂપે દેખાતું નથી. અર્થાત્ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય હોય તે સર્વ સંખ્યાથી એકઅનેકરૂપે દેખાય છે પરંતુ જેમ ઘટ પટરૂપે અસત્ દેખાય છે તેમ દ્રવ્ય કોઈ સ્વરૂપે અસતું દેખાતું નથી માટે દ્રવ્યાસ્તિકના મતે અસત્ એ પ્રકારે વિકલ્પ નથી જ.
વળી માતૃકાપદ પદાર્થમાં રહેલા કોઈક પ્રતિનિયત ધર્મને લઈને તે પદાર્થને પૃથગૂરૂપે બતાવનાર પદ . જેમ ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે તેમ કહીને સ્થિતિમાં સહાયક દ્રવ્યથી ધર્માસ્તિકાયદ્રવ્યને માતૃકાપદ પૃથફ કરે છે. તેથી માતૃકાપદાસ્તિકના મતે ધર્માસ્તિકાય સતું છે અને અમાતૃકાપદને આશ્રયીને= સ્થિતિમાં સહાયક ધર્મરૂપે નહીં કહેનારા એવા અમાતૃકાપદને આશ્રયીને, ધર્માસ્તિકાય અસત્ છે. વળી, માતૃકાપદાસ્તિકના મતે એક માતૃકાપદ, બે માતૃકાપદ કે અનેક માતૃકાપદ સતું છે અને એક અમાતૃકાપદ, બે માતૃકાપદ કે અનેક અમાતૃકાપદો અસત્ છે.
વળી ઉત્પન્નાસ્તિકના મતે જે વસ્તુ ઉત્પન્ન હોય અર્થાત્ વર્તમાનમાં જે ઉત્પમાન હોય તે ઉત્પન્ન કહેવાય એ નિયમ અનુસાર જે ઉત્પન્ન હોય તે સતું છે. જે ઉત્પન્ન થઈ નષ્ટ થાય છે તે સતું નથી અને જે અનુત્પન્ન છે તે સતું નથી. ઉત્પન્નાસ્તિકના મતે એક ઉત્પન્ન, બે ઉત્પન્ન કે અનેક ઉત્પન્ન સત્ છે. તેથી એ પ્રાપ્ત થાય