________________
પ૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ સતુને સ્પષ્ટ કરતાં કહે છે – ત્યાં, પર્યાયાસ્તિકનય એટલે પર્યાયને જોનારી દૃષ્ટિ. સ્થૂલથી પર્યાયને જોનારી દૃષ્ટિ પણ પર્યાયાસ્તિકનય સ્વીકારે છે અને સૂક્ષ્મથી પર્યાયને જોનારી દૃષ્ટિ પણ પર્યાયાસ્તિકનય સ્વીકારે છે તેમાં સ્થૂલથી પર્યાયાસ્તિકનયને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તે દૃષ્ટિમાં આદિષ્ટદ્રવ્યની પ્રાપ્તિ છે. જેમ જીવદ્રવ્યનો મનુષ્યપર્યાય, દેવપર્યાય, નરકપર્યાય છે. તેમાં મનુષ્યપર્યાય તેની બાલાદિ અવસ્થાની અપેક્ષાએ આદિષ્ટદ્રવ્ય કહેવાય છે. તે દૃષ્ટિથી સતુ-અસતુની પ્રાપ્તિ કઈ રીતે છે? તે બતાવતાં કહે છે -
પર્યાયાસિકનયની દૃષ્ટિના સર્ભાવપર્યાયમાં જીવતા મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયમાં, આદિષ્ટદ્રવ્યઃ મનુષ્યરૂપ આદિષ્ટદ્રવ્ય, સત્ છે. પર્યાયાસ્તિકાયના બે સદ્ભાવપર્યાયમાં=બે જીવોના બે મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયમાં, બે આદિદ્ભવ્ય સત્ છે. પર્યાયાસ્તિકાયના ત્રણ આદિ સદ્ભાવપર્યાયોમાંeત્રણાદિ જીવોના ત્રણાદિ મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયોમાં, ત્રણ આદિ આદિદ્રવ્યો સત્ છે. અથવા અસદ્ભાવપર્યાયમાં=કોઈક જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે છે તે વખતે તેના પૂર્વના દેવભવરૂપ અસહ્માવપર્યાયમાં કે ભાવિમાં થનારા દેવરૂપ અસદ્ભાવપર્યાયમાં, આદિષ્ટદ્રવ્ય મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય, અસત્ છે; કેમ કે તેના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય વિદ્યમાન નથી. વળી બે અસદ્ભાવપર્યાયમાં=બે જીવોના પૂર્વના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં, બે આદિષ્ટદ્રવ્ય=વર્તમાનના મનુષ્યભવરૂપ બે જીવોના બે આદિદ્રવ્ય, અસત્ છે. અથવા ત્રણાદિ અસદ્દભાવ પર્યાયોમાંeત્રણાદિ જીવોના પૂર્વના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં, ત્રણાદિ આદિષ્ટદ્રવ્ય વર્તમાનના મનુષ્યભવરૂપ ત્રણાદિ જીવોના ત્રણાદિ આદિષ્ટદ્રવ્ય, અસત્ છે. વળી ઉભયપર્યાયમાં કોઈક એક જીવના વર્તમાનનો મનુષ્યપર્યાય અને પૂર્વનો દેવપર્યાય એમ ઉભયપર્યાયમાં, આદિષ્ટદ્રવ્ય=વર્તમાનનું તેનું મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય, સત્ છે કે અસત્ છે? એ પ્રમાણે વાચ્ય નથી=અવક્તવ્ય છે =ક્રમ વગર એક સાથે સત્વઅસત્ એ પ્રમાણે કહી શકાય નહીં. વળી, બે ઉભય પર્યાયોમાં બે દ્રવ્ય સત્ છે અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી. વળી, ત્રણાદિ ઉભય પર્યાયોમાં ત્રણ આદિ દ્રવ્ય સત્ છે અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી.
વળી દેશના આદેશથી એક વસ્તુને ગ્રહણ કરીને તેના અનેક રીતે વિભાગરૂપ દેશના આદેશથી વિકલ્પો કરવા જોઈએ.
આશય એ છે માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી અથવા ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિથી અથવા પર્યાયાસ્તિક નયદૃષ્ટિથી સતુ-અસતું અને અવક્તવ્યના ત્રણ વિકલ્પો બતાવ્યા તે પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને બતાવેલ છે. તેનાથી સપ્તભંગીના ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી તે એક વસ્તુના બે વિભાગો કરીને તે વસ્તુને ક્રમસર સતુ-અસતું કહીને ચોથો ભાંગો કરવો જોઈએ. વળી તે વસ્તુના બે વિકલ્પ કરીને એક ભાગમાં સત્નો વિકલ્પ કરવો અને અન્ય ભાગમાં યુગપદ્ વિવેક્ષાથી અવક્તવ્યનો વિકલ્પ કરવો. વળી અન્ય રીતે બે વિભાગ કરીને એક વિભાગમાં અસત્નો વિકલ્પ કરવો અને અન્ય વિભાગમાં યુગપદ્ વિવક્ષાથી અવક્તવ્યનો