________________
પ3.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ ઘટ સત્ છે. માતૃકાપદવાણ્ય ત્રણાદિ ઘટ હોય તો તે ત્રણાદિ ઘટો સત્ છે. તે ઘટનું જ અમાતૃકાપદ પટાદિ શબ્દો છે. તેથી અમાતૃકાપદરૂપે તે ઘટ અસત્ છે અને અમાતૃકાપદરૂપે બે ઘટ કે ત્રણાદિ ઘટ અસત્ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એવું સતું પણ ઘટસ્વરૂપને કહેનારા માતૃકાપદથી સત્ છે અને ઘટ પદ જ અઘટની વ્યાવૃત્તિ કરે છે તે અઘરૂપ અમાતૃકાપદથી અસત્ છે. હવે ઉત્પન્નાસ્તિકનું સ્વરૂપ બતાવે છે – ઉત્પધમાન હોય તે ઉત્પન્ન કહેવાય તેથી વર્તમાનમાં જે ઉત્પધમાન હોય તે ઉત્પન્ન છે અને તેને અતિરૂપે સ્વીકારનાર જે નયદષ્ટિ તે ઉત્પન્નાસ્તિક સત્ અર્થાત્ વર્તમાનમાં વિદ્યમાન વસ્તુને સ્વીકારનાર ઋજુસૂત્રનયની દૃષ્ટિથી તે સત્ છે. ઉત્પન્નાસ્તિકનું ઉત્પન્ન સત્ છે. બે ઉત્પન્ન સત્ છે. ત્રણાદિ ઉત્પન્ન વસ્તુ સત્ છે. વર્તમાનમાં જે વસ્તુ ઉત્પન્ન હોય તેને સ્વીકારનાર દૃષ્ટિથી વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવો ઘટ સત્ છે. વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવા બે ઘડાઓ સત્ છે. વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવા ત્રણાદિ ઘડાઓ સત્ છે.
અને જે હજુ ઉત્પન્ન થયું નથી તે અનુત્પન્ન છે અથવા જે પૂર્વમાં ઉત્પન્ન થયેલું પરંતુ વર્તમાનમાં નષ્ટ છે તેથી ઉત્પધમાન નહીં હોવાથી અનુત્પન્ન છે તેવું અનુત્પન્ન અસત્ છે. જેમ પૂર્વ ક્ષણમાં નષ્ટ થયેલો ઘડો કે ભવિષ્યમાં થનારો ઘડો અનુત્પન્ન હોવાથી અસત્ છે. અનુત્પન્ન એવા બે ઘડાઓ અસત્ છે અથવા અનુત્પન્ન એવા ત્રણાદિ ઘડાઓ અસત્ છે.
આ રીતે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, અને ઉત્પન્નાસ્તિકનું સ્વરૂપ બતાવ્યા પછી દ્રવ્યાસ્તિકમાં અસત્ નથી તેથી તેને છોડીને માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિકમાં સતુ-અસત્ની પ્રાપ્તિ છે એમ પૂર્વમાં બતાવ્યું. તેને ગ્રહણ કરીને તેમાં અવાચ્ય ભાંગાની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે સ્પષ્ટ કરે છે –
અર્પિત કરાયે છતે, અનુપલીત કરાયે છતે માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી કે ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિથી સતુ-અસત્ બંને અર્પિત કરાયે છતે અને અનુપલીત કરાયે છતે ક્રમસર નહીં ગ્રહણ કરાયે છતયુગપદ ગ્રહણ કરાવે છતે, સત્ એ પ્રમાણે અથવા અસત્ એ પ્રમાણે વાચ્ય નથી અર્થાત્ તે વસ્તુ અવાગ્ય બને છે.
જેમ માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી ઘટ ઘટવરૂપે સત્ છે. પટ–સ્વરૂપે અસત્ છે અને તે બંનેને અર્થાત્ ઘટના સતુ-અસત્ બંનેને અર્પિત કરવામાં આવે અને ક્રમસર તેને ઉપનત ન કરવામાં આવે અર્થાત્ ક્રમસર તેને ઉપસ્થિત કરવામાં ન આવે તો તે ઘટમાં રહેલું સત્ એ પ્રમાણે અથવા અસ એ પ્રમાણે અવાચ્ય બને છે. તે રીતે ઉત્પન્નાસ્તિકમાં સતુ-અસતુ બંનેને અર્પિત કરવામાં આવે અને ક્રમસર અનુપનીત હોય તે સત્ એ પ્રમાણે અથવા અસતું એ પ્રમાણે અવાચ્ય થાય છે.
આ રીતે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિ બતાવ્યા પછી માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિમાં અવાચ્ય વિકલ્પ બતાવ્યો. હવે ચાર સતુમાંથી ચોથા ભેદરૂપ પર્યાયાસ્તિકન દૃષ્ટિથી