________________
પ૧
2
.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૩૧ અર્થાત્ જેની અર્પણ કરાઈ નથી તે સ્વરૂપે અનિત્ય છે તેની નિરીક્ષવીથીઉરથીનો વિરોધ નથી.
ભાષ્ય :
सच्च त्रिविधमपि नित्यं चोभे अपि अर्पितानर्पितसिद्धेः । अर्पितं व्यावहारिकमनर्पितमव्यावहारिकं चेत्यर्थः । तत्र सच्चतुर्विधम्, तद्यथा - द्रव्यास्तिकं, मातृकापदास्तिकं, उत्पन्नास्तिकं, पर्यायास्तिकमिति । एषामर्थपदानि द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असन्नाम नास्त्येव द्रव्यास्तिकस्य । मातृकापदास्तिकस्यापि मातृकापदं वा मातृकापदे वा मातृकापदानि वा सत्, अमातृकापदं वा अमातृकापदे वा अमातृकापदानि वाऽसत् । उत्पन्नास्तिकस्य उत्पन्नं वा उत्पन्ने वा उत्पन्नानि वा सत्, अनुत्पन्नं वाऽनुत्पन्ने वाऽनुत्पन्नानि वाऽसत् । अर्पितेऽनुपनीते न वाच्यं सदित्यसदिति वा । पर्यायास्तिकस्य सद्भावपर्याये वा, सद्भावपर्याययोर्वा, सद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वा सत् । असद्भावपर्याये वा, असद्भावपर्याययोर्वा, असद्भावपर्यायेषु वा, आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वाऽसत् । तदुभयपर्याये वा, तदुभयपर्याययोर्वा, तदुभयपर्यायेषु वा, आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वा, न वाच्यं सदसदिति वा । देशादेशेन विकल्पयितव्यमिति ।।५/३१।। ભાષ્યાર્ચ -
સન્ન ... વિવેકવિતવ્યનિ ૫ અને ત્રિવિધ પણ સFઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત એવું ત્રિવિધ પણ સત્ નિત્ય છેઃસૂત્ર-૩૦માં કહ્યું એ પ્રમાણે નિત્ય છે અને ઉભય પણ છેઃઉત્પાદ-વ્યયરૂપ ઉભય પણ છે; કેમ કે અર્પિત દ્વારા અતપિતની સિદ્ધિ છે=ત્રિવિધ એવા સ=કોઈકરૂપે અર્થાત્ બ્રોવ્યરૂપે અર્પિત કરવામાં આવે તો વિશેષણરૂપ હોવાથી અનર્પિત એવા ઉત્પાદ-વ્યયની સિદ્ધિ છે અથવા કોઈક પર્યાયરૂપે અર્પિત કરવામાં આવે અર્થાત્ આ ઘટ છે એ પ્રકારના પર્યાયથી ઉપસ્થિત કરવામાં આવે તો અર્પિતાની સિદ્ધિ છે પટાદિના ભાવરૂપે જે અનર્પિત ધર્મ છે તે રૂપે તે અસત્ છે તેની સિદ્ધિ છે, તેથી વસ્તુ સત્-અસત્ ઉભયરૂપ પણ છે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત ત્રિવિધ પણ છે અને નિત્યાનિત્યરૂપ પણ છે; કેમ કે અર્પિતથી અર્પિતાની સિદ્ધિ છે.
અર્પિતથી અનર્પિતની સિદ્ધિ હોવાથી ઉભય પણ છે, એમ કહ્યું ત્યાં અર્પિત અને અનર્પિત શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અર્પિત વ્યાવહારિક છે અને અર્પિત અવ્યાવહારિક છે એ પ્રકારનો અર્થ છે=ઘટ પુગલરૂપે અર્પિત વ્યવહારવાળો હોય ત્યારે તે પુદ્ગલરૂપે સત્ હોવા છતાં જીવ સ્વરૂપે અસત્ છે તેથી જીવના ધર્મથી અર્પિત વ્યવહારવાળો છે, વળી તે જ ઘટ ઘટરૂપે અર્પિત વ્યવહારવાળો હોય ત્યારે પટાદિ ધર્મોથી અતપિત વ્યવહારવાળો છે અર્થાત્ પટાદિ સ્વરૂપે અસત્ છે એ પ્રકારના વ્યવહારવાળો છે.