________________
૪૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫] સૂત્ર-૨૯ સ્વીકારવાથી દષ્ટ વ્યવસ્થા સંગત થાય છે અન્યથા સંગત થતી નથી એ પ્રકારે પૂર્વની સાથે સમાન છે.
આ રીતે પૂર્વમાં આત્મદ્રવ્યને આશ્રયીને અને ત્યારપછી ઘટદ્રવ્યને આવીને કહ્યું તે રીતે, આaઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સત્ છે એ, વ્યવહારનયથી તે પ્રકારના મનુષ્યાદિ સ્થિતિદ્રવ્યને આશ્રયીને= આખા મનુષ્યભવની કે આખા દેવભવની સ્થિતિરૂપ દ્રવ્યને આશ્રયી બતાવાયું. વળી નિશ્ચયનયથી પ્રતિસમય ઉત્પાદાદિમત્ વસ્તુ છેઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત આત્મદ્રવ્ય અને ઘટાદિ વસ્તુ છે; કેમ કે તે પ્રકારના ભેદની સિદ્ધિ છે=મનુષ્યભવમાં પણ બાળ, યુવાતાદિ ભેદની સિદ્ધિ છે અને ઘટાદિદ્રવ્યમાં પણ નવ-પુરાણ આદિ ભેદની સિદ્ધિ છે. અન્યથા=નિશ્ચયનયથી પ્રતિ સમય ઉત્પાદાદિ ન માનવામાં આવે તો, તેનો અયોગ છેકમનુષ્યની સ્થિતિકાળમાં બાળ, યુવાતાદિ ભેદોનો અયોગ છે. ઘટાદિ દ્રવ્યમાં પણ નવ-પુરાણ આદિ ભેદનો અયોગ છે. જે પ્રમાણે કહે છે=નિશ્ચયનયથી પ્રતિસમય ઉત્પાદાદિ છે તેને બતાવવા માટે કહે છે –
સર્વ વ્યક્તિઓમાં=જીવ અને પુગલ આદિ સર્વ વ્યક્તિઓમાં, ક્ષણે ક્ષણે નિયત અન્યત્વ છે અને વિદ્યમાન અવસ્થાભેદરૂપ ચિતિ ઉપચિતિનોકપ્રતિક્ષણ ઉપચય અને અપચય જે વિદ્યમાન છે તેનો, વિશેષ નથી એકાંત ભેદ નથી કથંચિત ભેદ હોવા છતાં સર્વથા ભેદ નથી; કેમ કે આકૃતિ અને જાતિનું અવસ્થાન છે=તે તે પુરુષરૂપે જે આકૃતિ છે અને મનુષ્યત્વ આદિ જાતિ છે તે રૂપે તેનું વિદ્યમાનપણું છે. નરકાદિગતિનો વિભેદ છે=સંસારી જીવોનો તરક તિર્યંચ આદિ ગતિરૂપે વિભેદ છે. સંસાર-મોક્ષનો ભેદ છે જીવતી સંસારીઅવસ્થા અને મુક્ત અવસ્થારૂપ ભેદ છે. હિંસાદિ તેના મુખ્ય હેતુ છે=ારકાદિ ગતિના હેતુઓ છે, અને સમ્યક્તાદિ તેના મુખ્ય હેતુ છે=મોક્ષના હેતુઓ છે, વળી ઉત્પાદાદિ યુક્ત વસ્તુમાં આ સર્વ ભેદ છે=નરકાદિ ગતિનો ભેદ, સંસાર-મોક્ષનો ભેદ, સંસારહેતુઓનો ભેદ, અને મોક્ષહેતુઓનો ભેદ. આ સર્વ ઘટે છે અને તેનાથી રહિતમાંsઉત્પાદાદિથી રહિત વસ્તુમાં, તેનો અભાવ હોવાથી=સહૃપ વસ્તુનો અભાવ હોવાથી, નીતિથી= યુક્તિથી, સર્વ પણ આ ઘટતું નથી=નરકાદિનો ભેદ ઈત્યાદિ જે ગાથા (૨)માં કહ્યું તે સર્વ પણ ઘટતું નથી.
ઉપાદાનકારણ વગર ઉત્પાદ થતો નથી. વળી આનું હેતુરૂપ વસ્તુનું, તઅવસ્થપણું હોવા છતાં ઉત્પાદ નથી. વળી તેની વિક્રિયાથી=ઉપાદાનરૂપ હેતુની વિક્રિયાથી, પણ તે પ્રકારે તેના અવ્યથા ભવનરૂપે, ઉત્પાદ થાય છે. જેમ આત્મારૂપ મનુષ્યપર્યાયની વિક્રિયા થવાથી દેવપણારૂપે ઉત્પાદ થાય છે. (એથી) ત્રિતયયુક્ત=ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થમાં આaઉત્પાદ, થાય છે=અન્યથા ભવનરૂપ ઉત્પાદ થાય છે, અર્થાત્ જે વસ્તુ કાંઈક પરિવર્તનશીલ સ્વભાવવાળી હોય છતાં વસ્તુ રૂપે સ્થિર હોય તેવી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત વસ્તુમાં અવાંતરની પ્રાપ્તિરૂપ ઉત્પાદ થાય છે.
સંસાર અને મોક્ષનો ભેદ ઉત્પાદાદિ યુક્ત જીવમાં કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – સિદ્ધપણારૂપે આનો ઉત્પાદ છે, સંસારભાવથી આનો વ્યય જાણવો અને જીવપણા વડે પ્રીવ્ય છે