________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૯ સર્વથા નાશ હોવા છતાં મનુષ્યરૂપ હેતુનું કુર્વપત્વ સ્વભાવને કારણે ઉત્તરમાં ક્ષણિકવાદમાં પણ દેવભવની પ્રાપ્તિ છે,) તેમ ન કહેવું. એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે તત્ત્વભાવપણાને કારણે ધ્રૌવ્યની સિદ્ધિ છે=‘હેતુનું સ્વભાવપણું હોવાથી' એમ કહેવાથી સ્વભાવશબ્દથી આત્મીય સત્તાની જ પ્રાપ્તિ છે; કેમ કે ‘સ્વનો ભાવ એ સ્વભાવ છે' એ પ્રમાણે સ્વભાવ શબ્દનો અર્થ છે, તેથી ધ્રૌવ્યની સિદ્ધિ છે.
* અહીં તત્વભાવપણાથી એકાંતેન ધ્રૌવ્ય સિદ્ધિ છે તે પાઠમાં ‘એકાંતેન’ શબ્દ વધારે જણાય છે. કઈ રીતે ધ્રૌવ્યની સિદ્ધિ થાય છે ? તે સ્પષ્ટ કરે છે
જ્યારે હેતુનો જ આ સ્વભાવ છે જે તેના પછી તેનો ભાવ થાય=મનુષ્યભવનો તેવો જ સ્વભાવ છે કે ઉત્તરમાં દેવભવ થાય, તો ધ્રુવ અન્વય છે; કેમ કે તેનું જ તથાભવન છે=મનુષ્યમાં રહેલી આત્માની સત્તા અનંતર સમયે તે પ્રકારે કાર્યરૂપે થાય છે=દેવભવના કાર્યરૂપે થાય છે, તેમ પ્રાપ્ત થાય તેથી ધ્રુવ અન્વય છે; કેમ કે મનુષ્યપણાની સત્તારૂપ હેતુનું જ દેવભવરૂપે ભવન છે અને આ રીતે જ=મનુષ્યરૂપે સત્તાવાળો આત્મા દેવભવરૂપે થાય છે એ રીતે જ, તુલાના ઉન્નામત અવનામતની જેમ યુગપ ્=એક કાળમાં, હેતુ ળના વ્યય અને ઉત્પાદની સિદ્ધિ છેએક ધ્રુવ એવા આત્મામાં મનુષ્યરૂપ હેતુના વ્યય અને દેવરૂપ કાર્યના ઉત્પાદની સિદ્ધિ છે.
४५
અન્યથા=તુલાના ઉન્નામત અને અવનામનની જેમ હેતુનો નાશ અને કાર્યની ઉત્પત્તિ ન સ્વીકારવામાં આવે તો, તતવ્યતિરિક્ત અને ઇતરના વિકલ્પ દ્વારા=કારણનો વ્યય અને કાર્યનો ઉત્પાદ એ બે વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે એ પ્રકારના વિકલ્પ દ્વારા, અયોગની પ્રાપ્તિ થાય=કારણના વ્યય અને કાર્યના ઉત્પાદના અયોગની પ્રાપ્તિ થાય.
(આશય એ છે કે અવસ્થિત દ્રવ્ય જ પૂર્વ અવસ્થાનના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થાને પામે છે તેમ ન સ્વીકારવામાં આવે અને ક્ષણિકવાદ અનુસાર પ્રથમ ક્ષણવાળો પદાર્થ નાશ પામે છે ત્યારે બીજી ક્ષણમાં અન્ય કોઈને ઉત્પન્ન કરે છે તેમ સ્વીકારવામાં આવે તો કારણનો નાશ કારણથી વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે ? અને કાર્યનો ઉત્પાદ કાર્યથી વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે ? તેમ બે વિકલ્પ પડે.
હવે કારણનો નાશ કારણથી વ્યતિરિક્ત છે એમ સ્વીકારીએ તો=કારણ અન્ય પદાર્થ છે અને કારણનો નાશ અન્ય પદાર્થ છે તેમ સ્વીકારીએ તો, કારણનો નાશ થતો નથી, પરંતુ કારણ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય. ઘટના નાશમાં પટનો નાશ થતો નથી તેમ કારણથી વ્યતિરિક્ત એવા નાશમાં કારણનો નાશ થતો નથી; પરંતુ કારણ વિદ્યમાન છે અને અન્ય નાશ ઉત્પન્ન થયો તેમ પ્રાપ્ત થાય, જે અનુભવવિરુદ્ધ છે; કેમ કે કારણ અને નાશ બેની પ્રાપ્તિ દેખાતી નથી. માટે તેમ સ્વીકારી શકાય નહીં. વળી કાર્યથી કાર્યનો ઉત્પાદ વ્યતિરિક્ત હોય તો કાર્યનો ઉત્પાદ થતો નથી તેમ માનવું પડે. જેમ પટના ઉત્પાદમાં ઘટનો ઉત્પાદ થતો નથી તેમ કાર્યથી અન્ય કોઈક ઉત્પાદ થયો તેમ માનવું પડે, જે