________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯ અનુભવવિરુદ્ધ છે, તેથી કાર્યથી વ્યતિરિક્ત ઉત્પાદ માની શકાય નહીં. હવે જો પૂર્વપક્ષી બીજો વિકલ્પ સ્વીકારે તો તે પ્રમાણે કારણથી કારણનો નાશ અવ્યતિરિક્ત માનીએ તો કારણના વાશરૂપ જ કારણ છે તેમ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યક્ષણના વાશરૂપ મનુષ્યક્ષણ છે તેમ પ્રાપ્ત થાય અને મનુષ્યક્ષણનો નાશ અને દેવભવનો ઉત્પાદ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે તેથી મનુષ્યક્ષણના વાશરૂપ મનુષ્યક્ષણ - દેવભવક્ષણ પ્રત્યે કારણ છે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે એક ક્ષણમાં રહેલા બે વસ્તુ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય નહીં. જેમ ગાયનાં બે શિંગડાં વચ્ચે કાર્યકારણભાવ નથી) તે કારણથી-એકાંત ક્ષણિકવાદમાં કાર્યકારણભાવની સંગતિ થતી નથી તે કારણથી, મનુષ્યાદિનું દેવત્વ નથી એ પ્રમાણે પ્રાપ્ત થાય છે અર્થાત્ ધર્મ સેવનાર મનુષ્ય સાધના દ્વારા દેવભવને પામે છે એ પ્રકારે એકાંત ક્ષણિકવાદમાં સિદ્ધ થાય નહીં, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. એથી આગમના માર્ગનું વૈફલ્ય છે=ધર્મને કહેનારા ક્ષણિકવાદના આગમના માર્ગનું વૈફલ્ય છે.
એ રીતે=એકાંત ક્ષણિકવાદમાં આગમના માર્ગનું વૈફલ્ય છે એ રીતે, તેઓ ધર્મના ઉપદેશમાં કહે છે કે જીવે સમ્યગ્દષ્ટિ થવું જોઈએ અર્થાત્ પદાર્થને વાસ્તવિક જોવો જોઈએ, યથાર્થ જોયા પછી સમ્યમ્ સંકલ્પ કરવો જોઈએ અર્થાત્ પોતાનું હિત થાય એ પ્રકારે સમ્યમ્ સંકલ્પ કરવો જોઈએ. સમ્યમ્ વાગુપ્રયોગ કરવો જોઈએ=સમ્યમ્ તત્વને બતાવનારાં વચનો બોલવાં જોઈએ, સમ્યમ્ માર્ગ સેવવો જોઈએ=ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, સમ્યમ્ આર્જવભાવને ધારણ કરવો જોઈએ=માયા વગર તત્વના નિર્ણય માટે સરળભાવથી ઉચિત યત્ન કરવો જોઈએ, સમ્યમ્ વ્યાયામ કરવો જોઈએ=ધર્મને આત્મામાં પરિણમન પમાડવા સમ્યમ્ પ્રકારની માનસિક કસરત કરવી જોઈએ, સમ્યમ્ સ્મૃતિને ધારણ કરવી જોઈએ પોતાના ઉચિત કર્તવ્યની સમ્યમ્ સ્મૃતિ ધારણ કરવી જોઈએ, સખ્ય સમાધિ ધારણ કરવી જોઈએ=રાગાદિને શાંત કરીને ચિત્તને સમ્યમ્ સમાધિવાળું કરવું જોઈએ, એ પ્રકારના ઉપદેશને કહેનારી વાણીનું વૈયર્થ પ્રાપ્ત થાય; (કેમ કે ક્ષણિકવાદમાં ધર્મ કરનાર વ્યક્તિ બીજી ક્ષણમાં સર્વથા નાશ પામે છે તેથી સેવાયેલા ધર્મના ફળરૂપે દેવત્વને કે નિર્વાણને તે પ્રાપ્ત કરનાર થતો નથી.).
અત્યાર સુધી ભાષ્યકારશ્રીએ સકલ પુરુષાર્થના આધારભૂત એવા આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્થાપન કર્યું. હવે અચેતન એવા ઘટાદિમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્થાપન કરવા અર્થે કહે છે –
આ રીતે જે રીતે આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે એ રીતે, ઘટ વ્યયવાળી મૃદથી કપાલનો ઉત્પાદનો ભાવ હોવાને કારણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત છે=ઘટ ઘટરૂપે વ્યય પામે છે, મૃદરૂપે સ્થિર રહે છે અને કપાલરૂપે ઉત્પન્ન થાય છે તેથી પુદ્ગલદ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, અને તેવું પુદ્ગલદ્રવ્ય સત્ છે. અને એકાંતધ્રૌવ્ય હોતે છતેત્રપુગલમાં એકાંતધ્રૌવ્યપણું હોતે છતે, તેના તે પ્રકારના એકસ્વભાવપણાને કારણે પુદ્ગલદ્રવ્ય જે પ્રકારે વિદ્યમાન છે તે પ્રકારના એકસ્વભાવપણાને કારણે, અવસ્થાભેદની અનુપપતિ હોવાથી પૂર્વતી સાથે સમાન છે-પૂર્વમાં જેમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વીકારવાથી આત્મારૂપ વસ્તુની વ્યવસ્થા સંગત થઈ તેમ ઘટાદિ પદાર્થોમાં પણ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય